Loading Please Wait !!!
હિંમતનગર પાસે કારની હડફેટે રીક્ષા: 3નાં મોત

 

સિટી ન્યૂઝ@મહારાષ્ટ્ર

હિંગતનગરના હાંથરોલ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે. ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે ખાતે આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ દોડતી રીક્ષા કારની હડફેટે આવી જતા રીક્ષામાં સવાર ત્રણ મુસાફરોના મોત નીપજ્યા હતા. જ્યારે કાર ચાલક સહિત બેને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહનું પંચનામું કર્યું હતું અને તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. આમ હિંમતનગરને જાણે અકસ્માતને દેણું થઈ ગયું લાગે છે. બે મહિના પહેલાં જ થયેલા એક ભીષણ અકસ્માતમાં કુલ છના મોત થયા હતા. સાબરકાંઠાના હિંમતનગરના જસવંતગઢ પાટિયા પાસે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે છ લોકો ઘાયલ થયા છે.