Loading Please Wait !!!
હિન્દુ મહિલાએ અગ્નિદાહ દેવાના બદલે દફનાવી પડી તંત્રની બેદરકારીની ગંભીર હકીકત ઉજાગર

સુરેન્દ્રનગરના ખારાઘોડામાં ભારે વરસાદ બાદની પરિસ્થિતિને કારણે

  • સિટી ન્યૂઝ@સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ખારાઘોડા સ્ટેશન ગામના મેહુલ ઠાકોરની સગર્ભી પત્નીનું અવસાન થતાં પરિવારજનો અંતિમ સંસ્કાર માટે ગયા હતા, પરંતુ સ્મશાનનો રસ્તો પાણીમાં ગરકાવ હોવાથી અને ત્યાં છાપરાની કોઈ સુવિધા ન હોવાથી મજબૂરીવશ હિન્દુ મહિલાને અગ્નિદાહ આપવાના બદલે જેસીબીથી ખાડો ખોદીને દફનાવવી પડી હતી.

આ કરુણ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષથી સ્મશાનગૃહની પ્રાથમિક સુવિધા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ છતાં સ્મશાન જેવી સુવિધાના અભાવે વિકાસના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે એક હિન્દુ પરિવારને પોતાની પરંપરા વિરુદ્ધ જઈને