અંતે જાડેજા બ્રધર્સ નિકળ્યા ‘મહાઠગ’ !
સિટી ન્યૂઝે ઈન્વેસ્ટમેન્ટ સ્કેમનો પર્દાફાશ કર્યો હતો
-
જાડેજા બ્રધર્સના સંચાલકોએ કંપનીના રોકાણ ઉપર વધુ વળતરની લાલચ આપી 80 લાખ પડાવી લીધા
-
રાજકોટની સ્કૂલના નિવૃત પ્રિન્સિપાલ સહિતના સાથે છેતરપિંડી આચરનાર સામે પોલીસ ફરિયાદ
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં લોકોને લાલચની જાળ બિછાવી છેતરપિંડી આચરતા શખ્સો બેકાબુ બન્યા હોય તેમ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક પાસે ઓફિસ ખોલી કંપનીમાં રોકાણમાં વધુ વળતર આપવાની લાલચ આપી બાયસાહેબ સ્કૂલના નિવૃત પ્રિન્સિપાલ સહિતના લોકો પાસે ૮૦ લાખનું રોકાણ કરાવી શરૂઆતમાં વળતર ચૂકવ્યા બાદ નાણા કે વળતર નહીં ચૂકવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ કરતા ભોગ બનનાર અને આરોપીઓનો આંક વધુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે જાડેજા બંધુ કંપનીના સંચાલકોને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગાયત્રીનગરમાં રહેતા અને બાયસાહેબ સ્કૂલના નિવૃત પ્રિન્સિપાલ જાગૃતીબેન પંકજભાઈ જોષીએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે જાડેજા બ્રધર્સ ગેઈન સર્વિસ પ્રાઈવેટ કંપનીના સંચાલક રાજદીપસિંહ જાડેજાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને બ્રહ્મકુમારીઝ આશ્રમમાં પરિચયમાં આવેલી યુવતી મારફતે રાજદીપસિંહ સાથે પરિચય થયો હતો અને કંપનીમાં રોકાણ કર્યું હતું. શરૂઆતમાં નિયમિત રોકાણ કર્યું હતું, જેના આધારે તેમણે અને તેમના પરિવારે ૨૬ લાખનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં નિયમિત વળતર ચૂકવ્યા બાદ ઓક્ટોબર ૨૦૨૨થી આરોપીએ વળતર આપવાનું અચાનક બંધ કરી દીધું હતું અને ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયો હતો. જેથી તેને તપાસ કરતા તેની સાથે છેતરપિંડીમાં દામિનીબેન પ્રજાપતિ, પ્રકાશભાઈ વણજારા સહિત અન્ય પાંચ લોકો પણ લાંબામાં ભોગ બન્યા હોય અને આરોપી તેના પરિવાર અને અન્ય મળી લોકોને ૮૦ લાખની ઠગાઈ થયાનું જણાવતા પીઆઈ દવે સહીતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભોગ બનનારનો આંક વધુ હોવાનું બહાર આવે તેવી શક્યતાએ આરોપીને પકડી લેવા દોડધામ શરૂ કરી છે.