Loading Please Wait !!!
'વંતારા' જ્યાં પ્રાણીઓ પણ જીવે છે 'રાજશાહી' જિંદગી!

રિલાયન્સ સંકુલમાં જ્યાં પણ જાઓ, એક જ નામ ગુંજે 'અનંત સર'

  • રાજકોટ જેવડું છે રિલાયન્સ, 365 દિવસ સવારે-સાંજે 51 બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે હવન કરે છે

  • વિદેશનું એક શહેર ઉભું કરાયું છે 1 કરોડથી વધુ વૃક્ષો, હેમામાલિનીના ગાલ જેવા રસ્તા, વાયરમુક્ત વીજ વ્યવસ્થા

હાથીઓ માટે વંતારા સ્વર્ગથી ઓછું નથી જકુઝી, સ્પા, દૈનિક અલગ મેનું હાથીઓનું રસોડું જાણે ફાઈવ સ્ટાર હોટલમાં પ્રવેશ કર્યો

  • મારો અનુભવ: અનિરુદ્ધ નફુમ

જામનગર શહેરના જાવડી વિસ્તારમાં આવેલું વંતારા આજના સમયમાં વિશ્વનું એક અનોખું અને વિશાળ પ્રાણી સંરક્ષણ કેન્દ્ર તરીકે ઓળખાય છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત આ પ્રોજેક્ટ માત્ર એક પ્રાણી ઉદ્યાન નથી, પરંતુ પ્રાણીઓના બચાવ, સારવાર અને પુનર્વસન માટે સમર્પિત એક વિશાળ મિશન છે.

વંતારાનો અર્થ "વનનો તારો" એવો થાય છે, અને અહીં ઈજાગ્રસ્ત, દુર્વ્યવહારનો ભોગ બનેલા અથવા જોખમમાં મુકાયેલા પ્રાણીઓને સુરક્ષિત આશ્રય આપવામાં આવે છે. એ પણ એવી લક્ઝરી સુવિધાઓ સાથે કે જેમાં કંઈ ઓછું લાગતું નથી.

રિલાયન્સના રિફાઈનરી કોમ્પ્લેક્સની અંદર ૫૦૦ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ કેન્દ્ર પ્રાણીઓ માટે કુદરતી અને અનુકૂળ વાતાવરણ તૈયાર કરે છે. અહીં એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે પ્રાણીઓને એવું જ અનુભવ થાય જાણે તેઓ જંગલમાં જ રહેતા હોય. આ એક અદ્ભુત કલ્પના અને આયોજનનું જીવંત રૂપ છે. વંતારાની સૌથી મોટી વિશેષતા તેની આધુનિક સારવાર સુવિધાઓ છે. અહીં ૨૪ કલાક ડોક્ટરો, ટ્રેનરો અને વિશ્વસ્તરીય વેટરનરી હોસ્પિટલ ઉપલબ્ધ છે, જ્યાં પ્રાણીઓને દત્તલત સારવાર આપવામાં આવે છે. પરિણામે, થોડા જ મહિનાઓમાં ઈજાગ્રસ્ત પ્રાણીઓ ફરી દોડતા જોવા મળે છે. જે આ પ્રોજેક્ટની સફળતાનું સાક્ષી છે.

હાથીઓ માટે તો વંતારા ખરેખર સ્વર્ગ સમાન છે. તેઓ માટે જકુઝી, સ્પા જેવી સુવિધાઓ સાથે દરોજ અલગ મેનુવાળી ખોરાક આપવામાં આવે છે. હાથીઓનું રસોડું એવું લાગે જાણે કોઈ ફાઈવ-સ્ટાર હોટલ હોય. પ્રાણીઓ માટે આવી વ્યવસ્થા વિશ્વમાં ભાગ્યે જ જોવા મળે એવી ૧૦૦% ખાતરી સાથે કહી શકાય.

આ પ્રોજેક્ટનું નેતૃત્વ અનંત અંબાણી કરી રહ્યા છે, જેમને બાળપણથી જ પ્રાણીઓ પ્રત્યે વિશેષ લાગણી છે. તેમની દ્રષ્ટિએ આ માત્ર સેવા નહીં, પરંતુ "જીવ સેવા"નું એક મહાન કાર્ય છે.

વંતારા એ એક એવી જગ્યા છે જ્યાં પ્રાણીઓને માત્ર અર્થાત પ્રાણીઓને આપવામાં આવતી લક્ઝરી જીવનશૈલી જોઈને કોઈપણ કહી ઉઠે કે આવો નજારો પહેલા ક્યારેય જોયો નથી. વંતારા વિશે પહેલા મનમાં અનેક પ્રશ્નો હતા કે ઉદ્યોગો આટલું મોટું પ્રોજેક્ટ કેમ બનાવે? પરંતુ મુલાકાત લીધા પછી સમજાયું કે અંદર જાણે એક વિદેશી શહેર ઉભું કરવામાં આવ્યું છે. અંદાજે ૧ કરોડથી વધુ વૃક્ષો, હેમામાલિનીના ગાલ જેવા સમતળ રસ્તાઓ, વાયરમુક્ત વીજ થાંભલા, સુંદર ગાર્ડન અને અંદાજે ૫ લાખથી વધુ આંબાવાડીઓ આ બધું જોઈને આશ્ચર્ય થાય છે. અહીંનું તાપમાન જામનગર કરતા ૫ થી ૭ ડિગ્રી ઓછું રહે છે.

કોઈપણ પ્રોજેક્ટ વિશે બહારથી ચર્ચા થવી સ્વાભાવિક છે, પરંતુ ત્યાં જઈને જોતા હકીકત કંઈક અલગ જ હોય છે. વંતારાની અંદર રાજકોટ શહેર જેટલું મોટું બીજું એક શહેર ઉભું કરવામાં આવ્યું છે. અહીં હોટલ, સ્કૂલ અને ૨૦૦થી વધુ મંદિરો છે, જ્યાં ૩૬૫ દિવસ સવારે અને સાંજે ૫૧ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવે છે.

આ તમામ લોકો માટે રહેણાંક કોલોની ઊભી કરવામાં આવી છે, જ્યાં પરિવાર સાથે રહેવાની અને બાળકોના શિક્ષણ સહિતની તમામ સુવિધા ઓ ઉપલબ્ધ છે. અંદર જપ્ત જેવો નજારો જોવા મળે છે અદ્ભુત પ્લાનિંગ અને વિશાળ ઈન્ડસ્ટ્રીયલ ઝોન સાથે, જ્યાં નજર જ્યાં ત્યાં સુધી વિસ્તાર ફેલાયેલો છે.

રિલાયન્સમાં જ્યાં પણ જાઓ, ત્યાં એક જ નામ સંભળવા મળે છે. "અનંત સર". આ બધું જોઈને સ્પષ્ટ થાય છે કે વંતારા માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ એક જીવંત વિશ્વ છે. જ્યાં માનવતા, પ્રકૃતિ અને સંવેદનાનું અનોખું સંકલન જોવા મળે છે. જીવતા રાજવામાં નથી આવતા, પરંતુ તેમને સન્માનપૂર્વક અને કુદરતી જીવન જીવવાની તક આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ માનવતા અને પ્રકૃતિ વચ્ચેના સારા સંબંધનું ઉત્તમ ઉદાહરણ છે. મારી દ્રષ્ટિએ વંતારા માત્ર એક પ્રોજેક્ટ નથી તે એક વિચાર છે. એવો વિચાર કે માનવ જીવન પોતાના વિકાસ સાથે અન્ય જીવસૃષ્ટિ માટે પણ જવાબદાર છે.