2027થી હું નિવૃત્તિ લઉં છું : જયંત પંડ્યાની જાહેરાત વિજ્ઞાન જાથા બંધ થશે!
- ભૂવા-ભરાડીઓને રાહતના સમાચાર
- અત્યાર સુધીમાં 1288 જેટલા ભુવા ભરાડી મુંજવરને પકડી પાડ્યાં : 37 વર્ષની સેવા બાદ તેઓ સેવાનિવૃત થશે
- વરતારા, આગાહીઓ બંધ કરોનો સૂત્રોચ્ચાર
- વરસાદના વરતારાઓની હોળી કરતું વિજ્ઞાન જાથા
સીટી ન્યૂઝ@રાજકોટ
વિજ્ઞાન પ્રચાર અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના પ્રસાર માટે જાણીતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ૭૦ વર્ષની વયે પોતાના પદ પરથી નિવૃત્તિ જાહેર કરી છે. તેમના નેતૃત્વ દરમિયાન વિજ્ઞાન જાથાએ રાજ્યભરમાં અનેક વિજ્ઞાન પ્રદર્શન, જનજાગૃતિ અભિયાન અને વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમો યોજ્યા હતા. અનેક લોકોએ તેમના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે પંડ્યાના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન જાથાએ ગ્રામ્ય વિસ્તારો સુધી વૈજ્ઞાનિક વિચારધારા પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ૭૦ વર્ષે નિવૃત્તિ જાહેર કરી છે. હાલમાં જયંત પંડ્યાને ૬૯નું વર્ષ ચાલી રહ્યું છે. આવતા વર્ષે તેઓ નિવૃત્તિ લેશે. વિજ્ઞાન જાથામાંથી નિવૃત્તિ લીધા બાદ જયંત પંડ્યા ભુવા ભરાડી મુંજવરને ફેલાવતા લોકોને પર્દાફાશ નહિ કરે. અત્યાર સુધીમાં ૧૨૮૮ જેટલા ભુવા ભરાડી મુંજવરને પકડી પાડ્યાં છે.આટલું જ નહીં જયંત પંડ્યાને અનેક વખત ધમકીઓ પણ મળી છે, ૩૭ વર્ષની સેવા બાદ તેઓ સેવાનિવૃત થશે.
થોડા સમય પહેલા હવામાન અને વરસાદની આગાહીઓ વચ્ચે એક નવો વિવાદ ગરમાયો હતો. રાજકોટની પ્રખ્યાત "વિજ્ઞાન જાથા" સંસ્થાએ પરંપરાગત રીતે વરસાદની આગાહી કરતા જાનગી આગાડીકારો સામે ખુલ્લેઆમ મોરચો માંડ્યો હતો. જૂનાગઢમાં યોજાયેલા એક સંમેલન દરમિયાન, વિજ્ઞાન જાથાના અગ્રણી પ્રતિનિધિ જયંત પંડ્યાએ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ સહિતના અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી વરસાદ સંબંધિત આગાહીઓને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને તેને સંપૂર્ણપણે બેબુનિયાદ ગણાવી હતી.
અમદાવાદ દુનિયાભરના લોકોએ કદી વિચાર્યું ન હતું તેવી સિદ્ધિ એ.આઈ. ની યુગમાં સર્વોત્તમ સાબિત થઈ છે ત્યારે ભારતમાં અમુક લોકો બળદગાડામાં જાય તેવા પ્રવાસો અને જરીપુરાણી, હિંજ મનોવૃત્તિના કારણે જનવાણી વરસાદનતા વરતારનું વલગણા ભાવી પેઢી માટે ખતરનાક સાબિત થવાનું છે. રાજ્યમાં ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ અવૈજ્ઞાનિક વરસાદના વરતારાઓની હોળી કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વરતારા કરનારાઓ સામે કાનૂની કાર્યવાહીની જાથા માંગ કરશે. ઉપકરણો ન હતા ત્યારે વરસાદના વરતારા આવકાર્ય હતા. વર્તમાન સમય દેશમાં અધતન પ્રયોગસિદ્ધ વૈધરાણસો, વિજ્ઞાન કેન્દ્રો, સેટેલાઈટથી માહિતી સ્તોત્ર ઉપલબ્ધ હોય જનવાણી વરતારા અપ્રસ્તુત છે. જ્યોતિષના નક્ષત્રો, પ્રાણી-- વનસ્પતિ, ગર્ભ મેલો વિગેરે સાથે વરસાદને કશી લેવા-દેવા નથી. ઋતુચક્રમાં ધરખમ ફેરફારો થઈ ગયા હોય તેને તિલાંજલિ આપવી જોઈએ. વિજ્ઞાનની ઉપલબ્ધિનો સહારે લઈ સુરણા, ચાલાકીથી વરતારા લોકોના માથા ઉપર મૂકવામાં આવે છે તેની જાથા નિંદા કરે છે. જો અને તો ની વાત મૂકી લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે. ચોધવી વરસાદના વરતારાઓ કરનારા ખોટા પડે છે. ૨૧મી સદીમાં વરતારા બંધ થઈ જાય તો સમાજ કે ખેડૂત કશું જ નુકસાન થવાનું નથી. દરિદ્ર માનસિકતાને દેશવટો આપવાની જરૂર છે.
આગાહીકારોએ સોગંદના ઉપર વરતારા કરવાનો જાથા પડકાર આપે છે. મોટાભાગે પ્રસિદ્ધિના કારણે વરતારા કરવામાં આવે છે. પ્રયોગસિદ્ધ સાધનો, ઉપકરણો કસોટી થઈ શકે તેવું કશું જ ન હોય વારંવાર ખોટા પડે છે. હવામાન ખાતું ખોટું પડે તો શ્રશ્યશ્રાવ્ય કારણ રજૂ કરે છે ત્યારે વરતારા પાસે કશું જ નથી તેથી સાવધાન રહેવું જોઈએ. વધુમાં જયંત પંડ્યાએ જણાવ્યું કે રાજકોટ-જામનગર જિલ્લામાં વરતારાના વિરોધમાં ત્રણ કાર્યક્રમો યોજી અવૈજ્ઞાનિક વરતારાને અગ્નિદાહ હોળી કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જાગૃત અને ખેડૂત પરિવારો હાજર રહ્યા હતા. આગાહીકારો વિરૂદ્ધ પોતાનો સંતોષ આપ્યો હતો. જાથાએ જાગૃતિ કેળવવાનો પ્રયત્ન કર્યો હતો.
આગાહીકાર વારંવાર વાવાઝોડું, વરસાદની અષ્ટ તારીખો જુદી જુદી તારીખો મૂકી ભ્રમમાં મૂકે છે. ૪૦ આગાહીકારોની એકસૂત્રતા જોવા મળતી નથી. એક-બે સાચા પડે તો ઢોલ પીટાવવામાં આવે છે. વિજ્ઞાન વગર માનવી એક મિનિટ રહી શકે તેમ નથી. છતાં વિજ્ઞાની હાર થાય તેવી માનસિકતા જોવા મળે છે. વિજ્ઞાનની સિદ્ધિઓના કારણે માનવી, દેશ-વિદેશનું ચિત્ર બદલાઈ ગયું છે, તેમ છતાં વરતારા કરનારાઓ તરફની લાગણી આ દેશમાં જોવા મળે છે તેનો ખેદ છે. રાજકોટ જીવનનગર, મેટોડા જી.આઈ.ડી.સી., વડાણા ગામમાં જાગૃતિ કેળવવા વિરોધ,હોળીનો કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો.