જેતપુર પાલિકાની ચૂંટણી લડનાર આપ ઉમેદવાર નંદની બોસમીયાનો આપઘાત
અસલમ માર મારતો, તેણે જ મારીને લાશ ટિંગાળ્યાનો આરોપ
૨૩ વર્ષીય નંદની પરિણીત પુરુષ મિત્ર જૂનાગઢના અસલમ સાથે રાજકોટમાં રહેતી હતી
સીટી ન્યૂઝ@જેતપુર
જેતપુર પાલિકાની ચૂંટણી લડનાર આપની ઉમેદવાર નંદની બોસમીયાએ આપઘાત કરી લીધો હતો. જોકે તેમના પિતા સહિતના પરિવારે હત્યાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. એમઆર તરીકે નોકરી કરતી ૨૩ વર્ષીય નંદની પોતાના પરિણીત પુરુષ મિત્ર જૂનાગઢના અસલમ સાથે રાજકોટમાં રહેતી હતી. ગઈકાલે સાંજે ગોંડલ ચોકડી નજીક આવેલ ફ્લેટમાંથી તેની લાશ મળી હતી. પરિવારે આક્ષેપ કર્યો કે, અસલમ માર મારતો, તેણે જ મારીને લાશ ટિંગાળી છે. આક્ષેપ બાદ મૃતદેહનું ફોરેન્સિક પીએમ થયું છે. આ અંગે મળતી માહિતી અનુસાર, નંદનીબેન આનંદભાઈ બોસમીયા (ઉંમર વર્ષ ૨૩, રહે. હાલ આગમન સિટી, પરિન ફર્નિચર પાસે, ગોંડલ હાઈવે, રાજકોટ, મૂળ નવાગઢ, જેતપુર) ગઈકાલે સાંજે ૭.૩૦ વાગ્યે આસપાસ પોતાના રાજકોટ સ્થિત ફ્લેટના હોલમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. ૧૦૮ને ઈએમટી દ્વારા સ્થળ પર જ તેને મૃત જાહેર કરાઈ હતી. બનાવની જાણ થતા જેતપુર નવાગઢથી તેમના પરિવારજનો દોડી આવ્યા હતા. તાલુકા પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. મૃતકના પિતા આનંદભાઈ વજુભાઈ બોસમીયાએ જણાવ્યું કે, હું મારા પત્ની અને સંતાનો સાથે નવાગઢ જેતપુર રહું છું. ટ્રેકિંગનું કામ કરું છું. મારે સંતાનમાં ૨ દીકરી અને એક દીકરો છે. મોટી દીકરી એમઆર તરીકે નોકરી કરતી હતી અને રાજકોટમાં પોતાના પુરુષ મિત્ર અસલમ હુસેન સગા સાથે લિવ ઇનમાં રહેતી હતી. જૂનાગઢના અસલમનો પરિચય થયો હતો. થોડા દિવસથી અસલમ ઝઘડો કરી નંદનીને મારકૂટ કરતો હતો. એટલે બે દિવસ પહેલા નજીકમાં સત્યનગરમાં રહેતા તેમના માનેલા ભાઈ રવિભાઈના ઘરે જતી રહી હતી. પછી પરત આગમન સિટી સી. વિંગ ૫૦૧ નંબરના ફ્લેટમાં પોતાના ઘરે આવી ગઈ હતી. ગઈકાલે સાંજે ૭.૩૦ વાગ્યે આસપાસ મારી નાની દીકરી રૂપે નંદનીનો ફોન કર્યો પણ ફોન રિસીવ ન કરતા રવિભાઈ જોઈને ફ્લેટે જોવા મોકલતા નંદનીની ગળાફાંસો ખાધેલી લાશ મળી હોવાની જાણ થઈ હતી.અંગે તપાસ કરતા ફ્લેટનો મુખ્ય દરવાજો માત્ર અટકાવેલો હતો. પાછળ બાલ્કનીનો દરવાજો પણ ખુલ્લો હતો. જૂનાગઢમાં રહેતો અસલમ અવારનવાર નંદનીને ત્રાસ આપતો. તે પરિણીત હતો. મારી દીકરી સાથે લિવ ઇન સંબંધ હોવા છતાં પરત પોતાની પત્ની પાસે જતો હતો. જેનો નંદનીએ વિરોધ કર્યો હતો. જોકે અસલમે લાંબો સમય નંદની સાથે સંબંધ રાખ્યા બાદ કહી દીધું હતું કે, હું મારી પત્ની પાસે તો જઈશ. જેથી બંને વચ્ચે બોલાચાલી થતી એમાં અસલમ મારકૂટ કરતો. અગાઉ અસલમના માતા, સસરા, સાસુ, પત્ની સહિતનાએ જૂનાગઢમાં નંદની ઉપર છરીથી હુમલો કર્યો હતો.આમ, પતિ સહિતના લોકોએ મારીને બનાવવા આપઘાતમાં ટિંગાળી લાશ ફાંસો ખાધેલી હાલતમાં ટિંગાળી હોવાનો આક્ષેપ છે. પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે, અસલમ બુટલેગર છે. ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. નંદની આનંદભાઈ બોસમીયાએ વર્ષ ૨૦૨૨માં જેતપુર નવાગઢ નગર પાલિકાની ચૂંટણીમાં આપ આદમી પાર્ટી માંથી ઉમેદવારી કરી હતી. તેના પિતા આનંદભાઈ આપના કાર્યકર પણ છે. નંદનીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.