Loading Please Wait !!!
સ્ટે.ચેરમેન પીપળીયાનો નિર્ણય : કટારિયા ચોકડીએ નેતાઓના પ્લોટની બાજુમાં જ બનશે આવાસ

ચેરમેને કહ્યું હેતુ ફેર નહીં કરાઈ

સીટી ન્યૂઝ@રાજકોટ

શહેરના કાલાવડ રોડ ઉપર કટારિયા ચોકડી ખાતે ઓવરબ્રિજનું કામ ચાલુ છે અને બીજી બાજુના પ્લોટ ઉપર તૈયાર થનાર આવાસ યોજના માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવામાં છે.

ત્યારે સોમવારના રોજ ભાજપના જ આગેવાનોએ આ આવાસ યોજનાનું સ્થળ બદલવા માટે પ્રપોઝલ મૂકી મુખ્ય રોડ ઉપર આવાસ યોજનાનો વિરોધ કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

બિલ્ડરોના લાભાથે ગરીબોના આવાસનો ભોગ લેવાઈ રહ્યો હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કરતા 28 કલાકમાં જ નિર્ણય લઈ પ્રપોઝલ રદ કરી આ યોજના સરકારમાં મંજૂર થઈ છે ત્યારે હેતુફેર કરવાનો સવાલ જ નથી. ટેન્ડર રદ નહીં થાય તેમ સ્ટે.ચેરમેને જણાવ્યું છે. શહેરના કાલાવડ રોડ ઉપર કટારિયા ચોકડી પાસે ટીપી સ્કીમ નંબર 10ના ફાઈનલ પ્લોટ નંબર 87 ઉપર પક્કા આવાસ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ શહેર મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા અને કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયાએ સ્ટેન્ડિંગ ચેરમેનને પ્રપોઝલ રજૂ કરી હતી. જે મુજબ મુખ્ય રોડ ઉપર તૈયાર થનાર આવાસ યોજનાને અન્ય પ્લોટ પર ખસેડી મેઈન રોડ ઉપર અન્ય પ્રોજેક્ટ માટે રાખવામાં આવે અને તેના માટે સરકારમાં રજૂઆત કરી પ્લોટ હેતુફેર કરવામાં આવે તેમ જણાવ્યું છે. હાલ આ મુદ્દે આગામી દિવસોમાં જરૂર હશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ ચેરમેને જણાવ્યું હતું.

કટારિયા ચોકડી પાસે આવાસ યોજના મંજૂર થઈ ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવામાં છે ત્યારે જ સમાકાંઠાના એક પૂર્વ કોર્પોરેટર અને હાલના કોર્પોરેટરે અન્ય વિસ્તારની આવાસ યોજનાનો વિરોધ કર્યો છે.

ત્યારે આ વિસ્તારમાં અન્ય પ્લોટધારકો કે બિલ્ડરોએ સંભવિત લાભ મળવાની સંભાવના હોવાઈ રહી હતી, છતાં આવાસ યોજના કોઈ પણ સ્થળે થાય કે પડતો નહીં પણ મુખ્ય રોડ ઉપર ફાયર સ્ટેશન કે અન્ય ઉપયોગી પ્રોજેક્ટ બનાવવામાં આવે તો તેનો વધુ લાભ મળી શકે તેવું બહાનું બતાવવામાં આવ્યું હતું, પરંતુ પ્રપોઝલના નામે થયેલી રજૂઆત ફગાવી દેવામાં આવી છે.