Loading Please Wait !!!
પેલેસ રોડ ઉપર રીક્ષા આંતરી કિન્નરનો કિન્નર ઉપર હુમલો

પરાપીપળીયા રહેતા કિન્નર મીરા દે સહીત બે સામે ગુનો

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના પેલેસ રોડ પર રામ અને શ્યામ ગોલા વાળાની દુકાન સામે કિન્નરને રસ્તામાં રોકીમારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે એ-ડિવિઝન પોલીસે બે શખ્સ સામે ભારતીય ન્યાય સહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એ-ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સનાથપરા જુમ્મા મસ્જિદ ચોક પાસે બોઘાણી શેરીમાં રહેતી સમીરા દે (ઉ.વ.૨૦) જ્યુબિલી ચોકથી કોઠારિયા મેઈન રોડ તરફ રીક્ષામાં પૂર્વ દે કિન્નર સાથે જઈ રહી હતી. સાંજે પેલેસ રોડ પર રામ અને શ્યામ ગોલા વાળાની દુકાન સામે પહોંચતા પરાપીપળીયા ગામના મકબુલ શબ્બીરભાઈ શેખ અને મીરા દે કાળા રંગની સ્કોર્પિયો કાર લઈને આવ્યા હતા. આરોપીઓએ રીક્ષાની આગળ કાર ઉભી રાખી રીક્ષા રોકાવી હતી ફરિયાદ મુજબ બંને રિશાયાલક ફરિયાદ આરોપીઓએ અમલભાઈ તેમજ સમીરા દેને અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ મીરા દે ઝપાઝપી કરી ધક્કો મારતા સમીરા દે રીક્ષા સાથે અથડાઈ ગયા હતા અને ઢોલ-ધપ્પાટનો માર માર્યો હતો. એટલું જ નહીં, “બે દિવસમાં તારા ઘરે આવી જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. દરમિયાન ભુશખુ દે વચ્ચે પડતા તેમને પણ ગાળો આપવામાં આવી હતી. આસપાસ લોકો એકત્ર થતાં બંને આરોપીઓ સ્કોર્પિયો લઈને ફરાત થઈ ગયા હતા. બનાવ અંગે સમીરા દેની ફરિયાદ આધારે એ-ડિવિઝન પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.