ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સહિત તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ!
-
સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને રહાણેએ પોતાના નિવૃત્તિના નિર્ણયની જાહેરાત કરી.
-
જીવન અને રમતગમતમાં દરેક શરૂઆતનો અંત આવે છે તેમ જણાવી બેટિંગના ટાઈમિંગ સાથે સરખામણી કરી.
-
વિદેશી ધરતી પર ભારત માટે સૌથી વધુ ભરોસાપાત્ર બેટ્સમેન તરીકે પોતાની ઓળખ બનાવી હતી.
- સિટી ન્યુઝ @ મુંબઈ
મુંબઈ, ભારતીય ક્રિકેટ ટીમના અત્યંત ભરોસાપાત્ર બેટ્સમેન અને પૂર્વ કપ્તાન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમજ તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ માટે ૮૫ ટેસ્ટ, ૯૦ વનડે અને ૨૦ ટી-૨૦ મેચો રમી ચૂકેલા રહાણેએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવનાત્મક વીડિયો શેર કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી. રહાણેએ જણાવ્યું હતું કે જીવનની સચ્ચાઈ એ છે કે દરેક વસ્તુની શરૂઆત અને અંત હોય છે અને બેટિંગની જેમ જ ક્રિકેટમાંથી વિદાય લેવાનો આ બિલકુલ યોગ્ય સમય છે. તેમણે દેશ માટે રમવાને સર્વોપરી ગણાવ્યું હતું અને સપોર્ટ કરવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.