Loading Please Wait !!!
કોઠારીયાનો વિકાસ; 15 વર્ષથી રોડ નથી લોકોની સહનશક્તિ ખૂટી મહિલાઓ રસ્તા પર ઉતરી

કોઠારીયામાં આવેલ ઋષિપ્રસાદ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટનાં કોઠારીયામાં આવેલ ઋષિપ્રસાદ સોસાયટી જાતે છેલ્લા ૧૫ વર્ષથી રસ્તા, પાણી અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓની ભારે વિકટ સમસ્યા પ્રવર્તી રહી છે. સોસાયટીમાં ૫૦૦ જેટલા મકાનોમાં ૩૦૦૦થી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ દર વર્ષે નિયમિતપણે મકાનવેરો, નળવેરો અને રસ્તાનો વેરો ભરે છે. આમ છતાં, બે વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે માત્ર મોટી મેટલ (કપચી) પાથરીને અધૂરું છોડી દેવાયેલું કામ આજે ધૂળમાં ભળી ગયું છે. તંત્ર અને સ્થાનિક નેતાઓને અનેક રજૂઆતો કરવા છતાં ડામર રોડ મંજૂર નહીં થતાં અને ચોમાસામાં પાણી ભરાવાના કારણે નાના બાળકો અને રસોઈઓ માટે ઘર બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. અધિકારીઓ દ્વારા માત્ર વાયદાઓ આપવામાં આવતા હોવાથી આખરે કંટાળેલી સ્થાનિક મહિલાઓએ રસ્તા ઉપર ઉતરીને થાળી-વાટકા

વગાડી તંત્રની ઉદાસીનતા સામે આક્રોશપૂર્વક વિરોધ કર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં કોઠારીયા વિસ્તારમાં આવેલી ઋષિપ્રસાદ સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી રસ્તાના પ્રશ્નને લઈને સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બિસ્માર રસ્તાઓ અને તંત્રની ઉદાસીનતાથી કંટાળીને આખરે સોસાયટીની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. સ્થાનિક મહિલાઓએ હાથમાં થાળી-વાટકા વગાડીને મહાનગર

પાલિકાના વિરોધમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો.

આ વિસ્તારમાં આવેલા ૫૦૦થી વધુ મકાનો અને ૩૦૦૦થી વધુ રહીશો છેલ્લા ૧૫ વર્ષથી પાયાની સુવિધાઓ માટે ઝંઝી રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તેઓ નિયમિતપણે મકાનવેરો, નળવેરો અને રસ્તાનો વેરો તંત્રને ચૂકે છે, છતાં તેમને યોગ્ય સુવિધા મળતી નથી. બે વર્ષ પહેલાં રસ્તા પર લાખો રૂપિયાના ખર્ચે મેટલિંગ એટલે કે ગોટી

કપચી પાથરવામાં આવી હતી. તંત્ર દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં ડામર રોડ બનાવવામાં આવશે, પરંતુ બે વર્ષ વીતી ગયા છતાં અહીં ડામર પહોંચ્યો નથી. લાખો રૂપિયાના ખર્ચે પાથરેલું મેટલિંગ પણ સમય જતાં ધૂળમાં ભળી ગયું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ચોમાસાની ઋતુમાં બિસ્માર રસ્તાઓની સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ અને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે

નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓનાં ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. સ્થાનિકોએ આ અંગે અનેક વખત સ્થાનિક નગરસેવકો અને મહાનગરપાલિકાના અધિકારીઓને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે. જોકે, અધિકારીઓ દ્વારા ડામરની અછત અથવા ચોમાસાનું બહાનું બનાવીને કામ અટકાવી દેવામાં આવે છે. ત્યારે મહિલાઓના આ ઉગ્ર વિરોધ બાદ તંત્ર જાાગે છે તે જોવું રહ્યું.

આ વિસ્તારમાં રહેતા દેવુબેનને જણાવ્યું હતું કે, અમાારે ૧૫ વર્ષથી પૂલ નથી અને પૂરી સગવડતા પણ નથી. રસ્તા નથી અને લાઈટ આવ-જા કરે છે, જેથી અમે બધા ખૂબ જ હેરાન છીએ. આ સોસાયટીમાં ૫૦૦ મકાન આવેલા છે. પાણી આવે ત્યારે અદધા રસ્તામાં રસ્તાની ખાડી જાય છે અને અદધા માણસો આ બાજુ રહી જાય છે. જઈ શકાતું નથી, બહુ જ તકલીફ છે.

બે વર્ષથી માત્ર મોટી મોટી કપચી પાથરીને અધૂરું છોડી દેવામાં આવે છે: ચોમાસામાં નીકળવું જોખમભર્યું