કૃષિ દવામાં કૌભાંડ; ખેડૂતો સાથે મોટો ખેલ: મેન્યુફેક્ચરિંગ ડેટ નવેમ્બર ૨૦૨૬, વેચાણ અત્યારે ચાલુ
- લેબલમાં લૂંટ; આટકોટમાં નકલી કે શંકાસ્પદ દવાનો ધંધો બેફામ
- દવા કે ધોખો; Dippy L-DAPમાં ભવિષ્યની તારીખે ઉઠાવ્યા સવાલો
સિટી ન્યૂઝ | રાજકોટ
રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે જસદણ ચોકડી પર આવેલા શિવ પ્લાઝામાં ચાલતા કૃષિ દવાના વેપારમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. અહીં ૧૫ તારીખે આવેલી ‘ડો. કેમિસ્ટાર કૃષિમોલ’ નામની ખેતીવાડીની દુકાનમાંથી એક ખેડૂત ગ્રાહક દ્વારા ‘Dippy L-DAP’ નામની દવાની ખરીદી કરવામાં આવી હતી. આ દુકાનમાંથી ખેડૂતોને ખુલ્લેઆમ શંકાસ્પદ દવાઓ પધરાવવામાં આવતી હોવાનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રાહકે જે ‘Dippy L-DAP’ દવાની ખરીદી કરી હતી, તે દવા સામાન્ય રીતે છોડના મૂળના ઝડપી વિકાસ, છોડની વહેલી સ્થાપના અને સારા ફૂલોના ઉછેર માટે ઉપયોગમાં લેવાય છે. પરંતુ આ જાગૃત અને સમજદાર ગ્રાહકે જ્યારે દવાની બોટલ પર મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) અને એક્સપાયરી ડેટ (અંતિમ) તારીખ તપાસી ત્યારે હોશ ઉડી ગયા હતા. દવાના લેબલ પર એક્સપાયરી ડેટ ૩૧/૧૦/૨૦૨૮ હતી જે સામાન્ય હતી, પરંતુ મેન્યુફેક્ચરિંગ ડેટ ભવિષ્ય એટલે કે ૧/૧૧/૨૦૨૬ છાપવામાં આવી હતી!. હજુ જે મહિનો બાકી છે, તે તારીખે બનનારી દવા અત્યારથી જ બજારમાં વેચાવા લાગી છે, જે સ્પષ્ટપણે ઉત્પાદક કંપની અને વેપારીની ગેરરીતિની ચાડી ખાય છે. આ સમગ્ર ઘટના દર્શાવે છે કે જગતના તાત ગણાતા ખેડૂતો સાથે દવાઓના નામે કેવા મોટા પાયે છેતરપિંડી થઈ રહી છે. ભવિષ્યની તારીખ છાપીને બજારમાં ઉતારી દેવામાં આવેલી આ દવા ખરેખર અસલી છે કે નકલી? તે અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે.
આ ઘટના બાદ આટકોટ પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કૃષિ વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ દુકાન તેમજ કંપની પર તપાસ કરી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે. જો આવા તત્વો સામે દાખલારૂપ પગલાં લેવામાં નહીં આવે તો નિર્દોષ ખેડૂતોનો પાક અને પરસેવાની કમાણી બંને બરબાદ થવાની પૂરી શક્યતા છે.
=> મેન્યુફેક્ચરિંગ ડેટમાં ૦૧-૧૧-૨૦૨૬ તારીખ નાખવામાં આવી છે જે હજુ આવી જ નથી જેથી આમાં તારીખાઓમાં ગોલમાલ કરાયાનો થયો પર્દાફાશ
=> આ દવા ખાતર છે તેનાથી શું થાય?
-
મૂળનો ઝડપી વિકાસ
-
છોડને મજબૂતા અને ઊંડા મૂળ આપે છે
-
શરૂઆતમાં સારો શોથ (Early Growth)
-
નવો પાક ઝડપથી ઉભો થાય અને સારી રીતે સેટ થાય
-
ફૂલ અને ફળ વધારવા
-
પાકમાં વધુ ફૂલ આવે અને ઉત્પાદન વધે
-
પોષક તત્વોની ઉપલબ્ધતા વધારવી
-
ખાસ કરીને ફોસ્ફરસ (P) છોડને સરળતાથી મળે
-
વરસાદ, તાપમાન કે ટ્રાન્સપ્લાન્ટિંગ બાદ છોડને મજબૂત બનાવે