Loading Please Wait !!!
લાઈફિંગ ક્લબ ગ્રુપનું સ્નેહ મિલન યોજાયું

 

સ્વાસ્થ્ય જાગૃતિ, કરાઓકે અને ગેમ્સ સાથે સભ્યોમાં ઉત્સાહ છવાયો ; 14 લાઈફિંગ ક્લબના સભ્યો એક મંચ પર

સીટી ન્યૂઝ@રાજકોટ

લાઈફિંગ ક્લબ ગ્રુપ રાજકોટ શહેર દ્વારા તાજેતરમાં આકાશવાણી ચોક પાસે આવેલી માસુમ સ્કૂલના પટાંગણમાં સ્નેહમિલન-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજકોટ શહેરની ૧૪ લાઈફિંગ ક્લબના સભ્યો અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. લાઈફિંગ ક્લબ ગ્રુપના ચેરમેન જયંતિભાઈ માંડલીયા, પ્રમુખ રમેશભાઈ અનડકટ અને સેક્રેટરી અશ્વિનભાઈ પટેલે સંસ્થાની અહવાલનો અહેવાલ રજૂ કર્યો હતો. સમગ્ર રાજકોટની લાઈફિંગ ક્લબને એકત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્વ. બાલકૃષ્ણભાઈ મકવાણાને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે ડો. રમેશભાઈ કોયાણી અને ડો. રસિલાબેન પટેલે સ્વાસ્થ્ય, નેચરોપેથી અને તંદુરસ્ત જીવનશૈલી અંગે માર્ગદર્શન આપ્યું હતું. સભ્યો માટે ઈમ્યુનિટી ચેકઅપની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કરાઓકે દ્વારા ગીત-સંગીત, જ્ઞાનવર્ધક રમતો, હાઉસી, ઈનામ વિતરણ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ રમતોના વિજેતાઓને રોકડ ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. અંતે મહામંત્રી અશ્વિનભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો.