Loading Please Wait !!!
મચ્છરોથી છુટકારો મેળવવા મહાપાલિકાની નાગરીકોને અપીલ

  • મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્રની સઘન ઝૂંબેશ
  • લોકોનો સહકાર જરૂરી, લોકો પોતાના ઘરમાં મચ્છર ઉત્પત્તિ અટકાવવા પગલા લે

સિટી ન્યુઝ @ રાજકોટ

રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગચાળાને ફેલાતો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) નું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. મચ્છરોનો ઉપદ્રવ ડામવા માટે સમગ્ર જુલાઈ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવીને શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ મેગા ડ્રાઈવમાં બેદરકારી દાખવતા અને મચ્છરોના બ્રીડિંગ સેન્ટર ચલાવતા આસામીઓ સામે કડક

દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. RMC ની આરોગ્ય શાખા દ્વારા ૧ જુલાઈ ૨૦૨૬ થી ૨૮ જુલાઈ ૨૦૨૬ સુધી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ કુલ ૨૮૬૪ પ્રિમાઈસીસ (મિલકતો) ની સઘન તપાસ કરવામાં આવી હતી. આ ત્રીજાવભરી તપાસમાં ૧૪૧ શાળાઓ, ૨૧૦ કન્સ્ટ્રક્શન સાઈટ, ૩૨૬ ઉદ્યોગો, ૧૨૮ હોસ્પિટલો, ૫૮ હોસ્ટેલો, ૧૬૧ સરકારી કચેરીઓ, ૭૩ ધાર્મિક સ્થળો, ૧૦૪ ભંગારના ડેલા, ૨૦૭ હોટલો, ૮૯ કોમ્પ્લેક્ષ અને એપાર્ટમેન્ટ, ૨૭૯ સેલર તથા ૯૨૩ અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન જ્યાં પણ મચ્છરની ઉત્પત્તિ જોવા મળી અથવા મચ્છર પેદા થાય તેવી પરિસ્થિતિ જોવા મળી, તેવા શૈસાંક સહિતના ૧૮૦૨ આસામીઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરનાર ૨૧૭ બેદરકાર આસામીઓ પાસેથી સ્થળ પર જ કુલ રૂપિયા ૧,૬૧,૧૫૦ નો વહીવટી ચાર્જ (દંડ) વસૂલ કરીને કડક દાખલો બેસાડવામાં આવ્યો છે.

  • મચ્છરોના બ્રીડિંગ અને ગંદકી મળતા 1802 આસામીઓને ફટકારાઈ કડક નોટિસ, 217 આસામીઓ પાસેથી 1.61 લાખનો દંડ વસૂલાયો

  • શાળાઓ, હોસ્પિટલો, બાંધકામ સાઈટ્સ, સરકારી કચેરીઓ અને હોટલો સહિતના સ્થળોએ તંત્રની લાલ આંખ

‘માત્ર 20 મિલી પાણી પણ ખતરનાક, સપ્તાહમાં 10 મિનિટ ફાળવો’

મનપાના આરોગ્ય અધિકારીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે, ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છર માનવસર્જિત બંધીયાર અને ચોખ્ખા પાણીમાં પેદા થાય છે. માત્ર ૨૦ મિલી જેટલા સ્થિર પાણીમાં પણ ૭ થી ૧૦ દિવસમાં મચ્છરની ઉત્પત્તિ થઈ શકે છે. રોગચાળાને ડામવા લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. નાગરિકો અઠવાડિયે ફક્ત ૧૦ મિનિટનો સમય ફાળવી પોતાના ઘરમાં જમા રહેલા પાણીનો નિકાલ કરે તે જરૂરી છે. ઉપરાંત તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે આરોગ્ય શિક્ષણ, પત્રિકા વિતરણ અને જનજાગૃતિ રેલીઓના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવ્યા છે.

તમારું ઘર જ મચ્છરનું ઘર ન બની જાય !

  • હવાચુસ્ત ટાંકાં: સિમેન્ટની ટાંકી, સિન્ટેક્સ કે બેરલને હંમેશા હવાચુસ્ત ટાંકીના કપડાંથી ટાંકીને જ રાખો.

  • નિયમિત સફાઈ: ફ્રિજની ટ્રે, પક્ષીકુંજ અને ફૂલદાનીનું પાણી દર ત્રીજા દિવસે બદલીને તેને ઘસીને સાફ કરો.

  • વરસાદી પાણીનો નિકાલ: અગાશી, છજ્જા કે કુંડામાં ભરાયેલું વધારાનું વરસાદી પાણી તાત્કાલિક ખાલી કરો. નળની કુંડી કોરી રાખો.

  • ભંગાર દૂર કરો: ભંગાર, ટાયર કે ખુલ્લા ડબ્બા-ફુબલીનો યોગ્ય નિકાલ કરો જેથી તેમાં પાણી જમા ન થાય.

  • ઓઈલનો છંટકાવ: બાંધકામ સાઇટ અને કોમર્શિયલ એપાર્ટમેન્ટના સેલરમાં જમા રહેતા પાણીનો સંપૂર્ણ નિકાલ કરો અથવા તેમાં બળેલા ઓઈલનો છંટકાવ કરો.