Loading Please Wait !!!
મહિલા પેડલરના પુત્ર સહીત 4 શખ્સો એમડી સાથે ઝડપાયા

  • પીવાની ટેવ ધરાવતો હિતેશ ત્રણ મિત્રો સાથે રાજસ્થાન ગયો હતો
  • સાંચોરથી અગાઉ બે ખેપ મારી હતી
  • બામણબોર પાસેથી રૂપિયા ૧૫ હજારનું એમ.ડી.ડ્રગ્સ કબજે કરાયું

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં પોલીસ દ્વારા માદક પદાર્થ અંગે ચાલતા અભિયાન દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઈવે પર નવાગામ બામણબોર ગામના જૂના રસ્તા પાસે થી એસઓજીની ટીમે કારમાં નિકળેલા નામચીન મહિલા પેડલરના પુત્ર સહીત ૪ શખ્સોને રૂ.૧૫ હજારની કિંમતના ડ્રગ્સ (મેફેડ્રોન) સાથે ઝડપી લઈ તેની આકરી પૂછપરછ કરતા રાજસ્થાનના સાંચોરથી લઈ આવ્યા હોવાનું અને અગાઉ પણ ત્રણ ટ્રીપ મારી હોવાનું ટસ્ટ કરતા પોલીસે કાર,ડ્રગ્સ,ચાર મોબાઈલ સહીત ૫.૭૨ લાખની મતા કબજે કરી વિશેષ કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બામણબોર પાસે માદક પદાર્થની હેરાફેરી થતી હોવાની માહિતીને આધારે એસઓજીના પીઆઈ ચૌધરી, પીએસઆઈ જાડેજા સહીતની ટીમે વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવી પૂછપરછ કરતા કારમાંથી ફૈયાધાર પાસેના સ્લમ ક્વાર્ટરમાં રહેતી મહિલા પેડલર સુધાનો પુત્ર હિતેશ સુનીલ ધામેલીયા,માધાપર ચોકડી પાસે રહેતો વિનય રાજુ ઉકેડીયા, ભવદિપ પરેશ ડાભી અને મનહરપુર રહેતો વિશાલ રાજુ ગોહેલ હોવાનું બહાર આવતા પોલીસે તલાસી લેતા કારમાંથી ૧૫ હજારની કિંમતનું ૧૭.૫૨૦ ગ્રામ ડ્રગ્સ મળી આવતા પોલીસે ચારેય રીઢા શખ્સોની ધરપકડ કરી વિશેષ પૂછપરછ કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આ ચારેય આરોપીઓ રીઢા હોય અને અગાઉ હત્યા, આર્મ્સ એક્ટ, અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચઢી ચુક્યા હોય પોલીસે પૂછપરછ કરતા કુખ્યાત મહિલા પેડલર સુધા ધામેલીયાના પુત્ર હિતેશને એમડી પીવાની ટેવ હોય જેથી તે ત્રણ મિત્રો સાથે રાજસ્થાન કરવા ગયો હતો અને સાંચોર ખાતેથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા આ લગભગ બીજી વખત ખેપ મારી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.