Loading Please Wait !!!
સ્કૂલમાં સ્કુટર લઈ આવતા વિદ્યાર્થીઓને લાઇસન્સ વગર પ્રવેશ નહીં!

  • અમદાવાદમાં વિદ્યાર્થીઓને હેલમેટ ફરજિયાત

સિટી ન્યૂઝ@અમદાવાદ

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખીને અમદાવાદ શહેર શિક્ષણાધિકારીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ વાહનો લઈને આવે છે અને બેફામ પણે વાહન ચલાવતા હોવાના કિસ્સા અમદાવાદ સામે આવી ચૂક્યા છે. જેના કારણે અકસ્માત અને ગંભીર ઈજાઓની ઘટનાઓ પણ બનતી હોય છે. જેથી શિક્ષણાધિકારીએ એક પરિપત્ર જાહેર કરીને શાળા સંચાલકો અને શાળાના આચાર્યોને એક પરિપત્ર દ્વારા ટ્રાફિક નિયમન અંગે સૂચનાઓ આપી છે. અમદાવાદ શહેર (પૂર્વ) જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ અંગે એક અગત્યનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.તાજેતરમાં વિદ્યાર્થીઓ દ્વારા લાઇસન્સ અને હેલમેટ વગર, ઓવરસ્પીડમાં વાહન ચલાવવા અને ટ્રાફિક નિયમોના ભંગાના બનાવો ધ્યાન પર આવતા આ નિર્ણય લેવાયો છે.શાળા કક્ષાએ આગામી ૭ દિવસમાં રોડ સેફટી અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજીને ૧૮ વર્ષથી નાની વયના કેમાન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ન ધરાવતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું વાહન ચલાવવાની મંજૂરી ન આપવા માટે વાલીઓને લેખિત, વોટસએપ કે એસએમએસ દ્વારા સ્પષ્ટ જાણ કરવા કડક સૂચના આપવામાં આવી છે.

  • પરિપત્રની મુખ્ય સૂચનાઓ

અમદાવાદ શહેર (પૂર્વ) જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્ર મુજબ આગામી ૭ દિવસમાં રોડ સેફટી જાગૃતિ કાર્યક્રમો યોજવા, ૧૮ વર્ષથી ઓછી વયના અથવા ડ્રાઇવિંગ લાયસન્સ વિનાના વિદ્યાર્થીઓને વાહન ચલાવવા મંજૂરી ન આપવી, તેમજ વાલીઓને લેખિત, વોટસએપ અથવા એસએમએસ દ્વારા ટ્રાફિક નિયમોની જાણ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. સાથે જ હેલમેટના ઉપયોગ અંગે માર્ગ સલામતી અંગે શાળા સ્તરે વિશેષ જાગૃતિ લાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.