Loading Please Wait !!!
રાજ્યસભાના સાંસદ માનસિંહજી પરમારનું રાજકોટમાં સન્માન

રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓએ અભિનંદન સમારોહ યોજ્યો, સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજપૂત સમાજના પનોતા પુત્ર, રાજપૂત સમાજનું ગૌરવ અને લોકનાયક માનસિંહજી પરમારની તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે થયેલ વરણીને વધાવવા, માનસિંહજી પરમારનો સન્માન સમારોહ, ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ (રામનાથપરા, બેડીપરા તથા પદધરી ૦૯ ગામ ધોળ), રાજકોટ, ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ, રાજકોટ,રાજસ્થાન રાજપૂત સમાજ, રાજકોટ, રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ, ગુજરાત (સુપ્રિમ કાઉન્સિલ) તથા રાજપૂત સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તા. ૧૧/૦૭/૨૦૨૬ શનિવારના રોજ, રાજકોટ ખાતે યોજાયેલ. આ તકે માનસિંહજી પરમાર, સાંસદ, રાજ્યસભાનું રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે માનસિંહજી પરમાર, સાંસદ, રાજ્યસભા દ્વારા પ્રેરક અને માર્ગદર્શક ઉદ્બોધન કરેલ.

આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના આગેવાનો એવા- ધીરુભા ડોડિયા, ટ્રસ્ટી, રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ (સુપ્રિમ કાઉન્સિલ), ગુજરાત, જીણાભા ચાવડા, પ્રમુખ, નાડોદા રાજપૂત સમાજ, રાજકોટ, દેવાભા ડોડિયા, અગ્રણી, કારડિયા રાજપૂત સમાજ, રાજકોટ, રમેશસિંહ ચાવડા (ઈંગલ), ટ્રસ્ટી, રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ (સુપ્રિમ કાઉન્સિલ), ગુજરાત, ચંદુભા પરમાર, ટ્રસ્ટી, રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ(સુપ્રિમ કાઉન્સિલ), ગુજરાત, બલદેવસિંહ સિંધવ, ટ્રસ્ટી, રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ(સુપ્રિમ કાઉન્સિલ), ગુજરાત, ભરતસિંહ ચુડાસમા, પ્રમુખ, ગુર્જર રાજપૂત યુવક મંડળ, રાજકોટ, અજયસિંહ પરમાર, અગ્રણી, કારડિયા રાજપૂત સમાજ, રામનાથપરા, રાજકોટ, રમેશસિંહ એમ. ચાવડા, પૂર્વ પ્રમુખ, નાડોદા રાજપૂત સમાજ, રાજકોટ, ચંદ્રસિંહ ડોડિયા, પ્રમુખ, નાડોદા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ, કિશોરસિંહ ડી. ચૌહાણ, અગ્રણી, કારડિયા રાજપૂત સમાજ, બેડીપરા, રાજકોટ, રણજીતસિંહ દાહિમા, અગ્રણી, કારડિયા રાજપૂત સમાજ, રાજકોટ, મહેન્દ્રસિંહ ચાવડા, અગ્રણી, નાડોદા રાજપૂત સમાજ, રાજકોટ, નાડોદા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ, રાજકોટ જોગેન્દ્રસિંહ ચંપાવત, અગ્રણી, રાજસ્થાન રાજપૂત સમાજ, હલુભા હેરમા પ્રમુખ ક્ષત્રિય કારડિયા રાજપૂત કન્યા છાત્રાલય નારણકા તથા કમિટી, મનુભા ડોડિયા, ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ અગ્રણી પદધરી, દેવાભા રાજપૂત ક્ષત્રિય આનંદપર, ગોવિંદસિંહ પરમાર, પ્રમુખ રામનાથપરા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ, ગુરૂભા જાદવ, સરપંચ અણિયાળા અને નાડોદા રાજપૂત ક્ષત્રિય સમાજ, રાજકોટ, અરવિંદસિંહ પરમાર ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ અગ્રણી બેડીપરા, જયેશસિંહ ડોડિયા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમૂહ લગ્ન સમિતિ અગ્રણી મહેન્દ્રસિંહ ચાવડા, યુવા ઉદ્યોગપતિ અને અગ્રણી, નાડોદા રાજપૂત ક્ષત્રિય સમાજ, રાજકોટ., જયપ્રકાશસિંહ કટારીયા, અગ્રણી, ગોંડલ નાડોદા રાજપૂત ક્ષત્રિય સમાજ, રામજીભા સમાજ, રાજકોટ., નશાજી દહિયા, વાગડ ક્ષત્રિય રાજપૂત સમાજ, સંજયસિંહ વાઘેલા, અગ્રણી ગુર્જર રાજપૂત ક્ષત્રિય સમાજ રાજકોટ તથા રામસિંહ શેખાવત, રાજસ્થાન રાજપૂત સમાજ ખાસ ઉપસ્થિતિ રહેલ.