મૌલિક નથવાણી ફરી ચેરમેન બન્યા
- કાલાવડ માર્કેટિંગ યાર્ડની કમાન સતત બીજી વખત યુવા નેતૃત્વના હાથમાં
- સ્વ. દિલીપભાઈ નથવાણીના સહકારી વારસાને આગળ ધપાવવાનો સંકલ્પ
સીટી ન્યૂઝ@કાલાવડ
રાજકીય ક્ષેત્રે, સહકારી ક્ષેત્રે હાલમાં બીજી પેઢીને પણ તક મળે છે તે બાબત ખૂબ રસપ્રદ બની રહી છે જેનું વધુ એક ઉદાહરણ બન્યું છે, જામજોધપુર-કાલાવડ-કોઠાડુઝ અને સહકારી ક્ષેત્રનો વારસો ધરાવતા મૌલિક નથવાણી પોતાના સ્વર્ગસ્થ પિતાના વારસાને જાળવી રાખવામાં વધુ એક વખત સફળ થયા અને ભાજપે તેમનો ભરોસો કરી અને કાલાવડ માર્કેટિંગ યાર્ડની ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી સોંપી છે. સહકાર ક્ષેત્રમાં સ્વ.દિલીપભાઈ નથવાણીના ઊંડા કરેલા પાયાના વારસાને પુત્ર મૌલિક નથવાણી અને ભત્રીજા ઋષિ નથવાણી આગળ ધપાવી રહ્યા છે અને યાદ કરાયે તેવા ચોક્કસના મહારથી સ્વ.દિલીપભાઈ નથવાણીના સંબંધી આજે પણ અડીખમ છે તેવો સાર મળે છે.
જામનગર જિલ્લાના નથવાણી બંધુઓનું પ્રભુત્વ સહકાર ક્ષેત્રમાં અનેરું છે તેમજ ગોઠવણ બેજોડ હોય છે તેમ કહેવાય છે, માટે જ ખૂબ પ્રતિષ્ઠિત ગણાતી વિશાળ અને રાજ્ય સ્તરની સહકારી સંસ્થા ગુજકોમાસોલની બે બેઠકો જામનગર જિલ્લાની બેઠક મૌલિક દિલીપભાઈ નથવાણી તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી સ્વ.દિલીપભાઈ નથવાણીના ભાઈ અરવિંદભાઈ નથવાણીના પુત્ર ઋષિ નથવાણી ડાયરેક્ટર તરીકે હાલ કાર્યરત છે. મૌલિક નથવાણી પિતાના વારસાને સાચવી રાખવા સહકારી ક્ષેત્ર ઉપરાંત કાલાવડ માર્કેટિંગ યાર્ડ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે તેની નોંધ ભાજપ પક્ષે ભણી લીધી છે માટે જ મૌલિક નથવાણીને કાલાવડ માર્કેટિંગ યાર્ડના ચેરમેને પદે બેસાડવા ભાજપે તેને મેન્ડેટ આપ્યો છે.
મૌલિક નથવાણી mysamachar સાથેની વાતચીતમાં જણાવે છે કે હું ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતૃત્વ લઈને પ્રદેશ નેતૃત્વનો આભાર માનું છે કે મને સતત બીજી વખત કાલાવડ માર્કેટિંગ યાર્ડની કમાન સોંપી આ ભરોષો પક્ષનો કાયમ રહે તેવા મારા સનિષ્ઠ પ્રયાસો ભૂતકાળમાં પણ રહ્યા છે અને ભવિષ્યમાં પણ રહેશે અને યાર્ડમાં ખેડૂતો વેપારીઓ સહિતના માટે જે કાઈ થતું તે કરવા માટે હંમેશા કટિબદ્ધ રહીશ યુવા નેતૃત્વની કાર્યક્ષમતા ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જાણે છે અને યુવાઓના હાથમાં કમાન સોંપવાથી કેવા બદલાવો આવી શકે તે અંગે જાણવા એવું મળે છે કે ગત ટર્મ એટલે પાછલા અઢી વર્ષ દરમિયાન કાલાવડ માર્કેટિંગ યાર્ડની જે કંગાળ જેવી સ્થિતિ હતી અને આવક ક્યારેય અઢી કરોડથી ઉપર ગઈ નહોતી તે અઢી વર્ષમાં જ મૌલિક નથવાણીના નેતૃત્વ હેઠળની કાર્યદક્ષ કર્મચારીઓની ટીમે તનતોડ મહેનત કરી રેકોર્ડબ્રેક ૫ કરોડને વટાવી ગઈ છે.
આ માત્ર આટલું જ અગાઉ ખેડૂતોને વીમાકવચ નહોતું મળતું તેમાં યાર્ડની કમાન સંભાળીને મૌલિક નથવાણીએ પ્રથમ ૧ લાખ અને બાદમાં ૩ લાખ સુધીનું ખેડૂતોને અકસ્માત વીમાકવચ પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, આમ કાલાવડ યાર્ડનો સર્વાંગી વિકાસ થાય ખેડૂતોને ખરો તોલ યોગ્ય ભાવ મળી રહે વેપારીઓનું પણ હિત જળવાઈ અને યાર્ડ સતત પ્રગતિ કરે તેવા પ્રયાસો આગામી અઢી વર્ષમાં કરવામાં આવશે તેવું જાણવા મળે છે.