Loading Please Wait !!!
માયાભાઈ આહિર, કિર્તીદાન ગઢવીનું ઘર સરકારના પૈસાથી ચાલે છે?

RTIમાં ખુલાસો: જાગૃત નાગરિક રમેશ ઝીલરીયાએ બન્ને કલાકારોને કમાણી જાહેર કરવા ખુલ્લી ચેલેન્જ

રાજકોટમાં 2017માં સરકારી ડાયરામાં કિર્તીદાન ગઢવી 10 લાખ રૂપિયા લીધા હતા, જે પ્રજા ટેક્સના હતા

  • માયાભાઈ આહિરે 1 ડાયરાના 3.50 લાખ સરકારી તિજોરીમાંથી લીધા હતા

વિવાદનું કારણ શું હતું?

સ્ટેજ ઉપરથી માયાભાઈનું નિવેદન: સરકારી કર્મચારીઓને કોઈ કહે તમે અમારા ટેક્સના પૈસે પગાર લો છો, જાણે એના બાપુજી ટેક્સ ભરતા હોય

સિટી ન્યૂઝ@મોરબી

ગુજરાતના જાણીતા લોકકલાકારો માયાભાઈ આહિર અને કિર્તીદાન ગઢવી દ્વારા એક ડાયરા દરમિયાન ટેક્સ ભરવા બાબતે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ સોશિયલ મીડિયા સહિત સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદમાં હવે મોરબીના જાગૃત નાગરિક રમેશ ઝીલરીયા મેદાને આવ્યા છે. તેમણે બંને કલાકારોને ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું છે કે, સામાન્ય પ્રજાની મજાક ઉડાવતા પહેલા કલાકારો પોતે કેટલો ટેક્સ ભરે છે તે અંગે આંકડા જાહેર કરે. નાગરિકે માહિતી અધિકાર (RTI) હેઠળ મળવેલી આંકડા જાહેર કરીને કલાકારોના ઘર પણ જનતાના પૈસે જ ચાલતા હોવાનો વળતો પ્રહાર કર્યો છે.

વાયરલ વીડિયો અનુસાર, ડાયરામાં કલાકાર માયાભાઈ આહિર એવું કહેતા સંભળાય છે કે, “તમે અમારો પગાર ખાવ છો, જેમ એના બાપુજીનો ટેક્સ ભરતા હોય એમ તમે અમારા ટેક્સના પૈસે પગાર લો છો.” આ જ વાતમાં સૂર પુરાવતા કિર્તીદાન ગઢવીએ કહ્યું હતું કે, “એ પાછા ટેક્સ ભરતા નથી અને રેશમિંગના ગળા ખાતા હોય છે.” કલાકારોના આ નિવેદનથી ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગની લાગણી દુભાઈ છે, કારણ કે દેશનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સૌથી વધારે નાના-મોટી વસ્તુઓ પર GST ચૂકવે જ છે.

જાગૃત નાગરિક રમેશ ઝીલરીયાએ વર્ષ ૨૦૦૫ના RTI એક્ટ હેઠળ મેળવેલી સત્તાવાર માહિતીનો હવાલો આપતા જણાવ્યું કે: રાજકોટ ખાતે ૨૨/૦૫/૨૦૧૭ થી ૨૫/૦૫/૨૦૧૭ દરમિયાન યોજાયેલા સરકારી ‘SAUNI’ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં આ બંને કલાકારોએ ભાગ લીધો હતો. આ સરકારી કાર્યક્રમમાં માયાભાઈ આહિરે ૧ ડાયરાના રૂ. ૩.૫૦ લાખ સરકારી તિજોરીમાંથી લીધા હતા. જ્યારે કિર્તીદાન ગઢવીએ ૨ ડાયરાના કુલ રૂ. ૧૦ લાખ (૫-૫ લાખ લેખે બે વાર) ફી પેટે પ્રજાના ટેક્સના પૈસામાંથી વસૂલ્યા હતા.

રમેશભાઈએ આક્રોશ સાથે જણાવ્યું કે, પ્રજાને શેરડીના સાંઠાની જેમ નીચોવીને ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે ત્યારે કલાકારો સરકારની થાપલસી કરી રહ્યા છે. તેમણે બંને કલાકારોને ખુલ્લી ચેલેન્જ આપી છે, જો તેઓ ૨૦૧૭માં એક જ કાર્યક્રમના લાખો રૂપિયા લેતા હોય, તો વર્ષ ૨૦૧૭ પછી તેમણે: ૧. કુલ કેટલા ડાયરા કર્યા અને કેટલી ફી વસૂલી? ૨. આ લાખો-કરોડોની કમાણી સામે પોતે સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? ૩. સરકાર તરફથી તેમને અન્ય કયા-કયા આર્થિક લાભો મળ્યા છે?

અમદાવાદમાં માયાભાઈ વિરુદ્ધ હોર્ડિંગ્સ લાગ્યા