મેરા ભારત મહાન
- કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ
- ગુલવીરે 10,000 મીટર દોડમાં, હરજિંદરે વેટલિફ્ટિંગમાં સિલ્વર જીત્યા
સિટી ન્યૂઝ@ગ્લાસગો
ભારતીય ખેલાડીઓએ ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ના પાંચમા દિવસે ૨ સિલ્વર મેડલ જીતી લીધા છે. મંગળવારે મોડી રાત્રે ગુલવીર સિંહે પુરૂષોની ૧૦ હજાર મીટરની રેસમાં બીજું સ્થાન મેળવ્યું, તેઓ આ ઇવેન્ટમાં મેડલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે.
આ પહેલાં મહિલા વેટલિફ્ટર હરજિંદર કૌરે કુલ ૨૨૭ કિલો વજન ઉપાડીને સિલ્વર જીત્યો હતો. ભારતના ૩ બોક્સરોએ પણ પોતાની મેચ જીતીને મેડલ પાક્કા કરી લીધા છે. ત્રણેય સેમિફાઇનલમાં પહોંચ્યા છે.
ગુલવીર અને હરજિંદરના સિલ્વર છતાં ભારત મેડલ ટેલીમાં નવમા નંબરે ધકેલાઈ ગયું છે. ભારતે અત્યાર સુધીમાં ૨ ગોલ્ડ સહિત કુલ ૧૨ મેડલ જીત્યા છે. ભારત એક દિવસ પહેલાં ટેલીમાં આઠમા નંબરે
હતું. ઓસ્ટ્રેલિયા ૩૪ ગોલ્ડ સાથે કુલ ૭૮ મેડલ જીતીને ટોચ પર યથાવત છે. ગુલવીરે સ્કોટ્સાઉન્ડ સ્ટેડિયમમાં ભારે વરસાદ અને ભીના ટ્રેક વચ્ચે ૨૭ઃ૪૯.૭૮ સેકન્ડનો સમય કાઢ્યો. ઓસ્ટ્રેલિયાના કાઈ રોબિન્સને ગોલ્ડ અને આઈલ ઓફ મેનના મુલર્કીએ બ્રોન્ઝ મેડલ જીત્યો.
૨૭ વર્ષના ગુલવીર સિંહ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના સિરસા ગામના વતની છે અને ભારતીય સેનામાં નાયબ સુબેદાર છે. ૨૦૧૮માં ગ્રેનેડીયર્સ રેજિમેન્ટમાં જોડાયા પછી તેમણે એથ્લેટિક્સને ગંભીરતાથી અપનાવ્યું. વેટલિફ્ટર હરજિંદર કૌરે મહિલાઓની ૭૧ કિલો વેઇટ કેટેગરીમાં ૨૨૭ કિલોગ્રામ વજન ઉપાડીને બીજું સ્થાન મેળવ્યું. તેમણે સ્નેચમાં ૧૦૧ કિલો વજન ઉપાડીને પર્સનલ બેસ્ટ હાંસલ કર્યો. ત્યારબાદ ક્લીન એન્ડ જર્કમાં ૧૨૬ કિલો વજન ઉપાડીને સિલ્વર મેળવ્યો.
3 બોક્સર સેમિફાઇનલમાં પહોંચ્યા
ભારતના ૩ બોક્સરોએ મેડલ પાક્કા કર્યા. મહિલા વર્ગમાં પ્રীতি પવાર, પ્રિયા વાંઘસ અને પુરૂષ વર્ગમાં જાહુભસિંહે પોતપોતાની વેઈટ કેટેગરીની મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી ગયા. પ્રીतीने ૫૪ કિલોગ્રામમાં ક્વાર્ટર ફાઇનલમાં નોર્ધન આયર્લેન્ડની ખેલાડી નિકોલ ક્લાઈડને ૫-૦થી હરાવી. જ્યારે, પ્રિયાએ ૬૦ કિલોગ્રામમાં સ્કોટલેન્ડની મિયા મિચેલને ૪-૧થી હરાવી. તે જ સમયે, પુરૂષોની ૫૫ કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં જાહુભસિંહે ઝામ્બિયાના મેંગો મ્વાલેને ૫-૦થી હરાવ્યા.