Loading Please Wait !!!
કિસ્સામાં રહેલો મોબાઈલ બ્લાસ્ટ થતા યુવાનનું મોત

ચેતવણીજનક ઘટના; અમદાવાદનો લાલબત્તી સમાન કિસ્સો

અમદાવાદ: શહેરમાં બનેલી આ ઘટનાએ હચમચાવી દીધા છે. પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ અચાનક બ્લાસ્ટ થતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે યુવાનના કપડાં ફાટી ગયા અને શરીરના ભાગો ગંભીર રીતે દાઝી ગયા.

સાવધાન: મોબાઈલ જીવલેણ બની શકે !

 સિટી ન્યૂઝ@અમદાવાદ

અમદાવાદ શહેરના ઓઢવ બ્રિજ પાસે એક અત્યંત આઘાતજનક અને ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ૧૮ વર્ષીય કિશોરના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન અચાનક બ્લાસ્ટ થતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા નાગરિકો માટે આ ઘટના એક લાલબત્તી સમાન સાબિત થઈ છે.

મળતી માહિતી મુજબ, મૃતક કિશોરની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી અને તે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) જેવા પ્રતિષ્ઠિત ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવા માટે સખત અભ્યાસ કરી રહ્યો હતો. તે પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની સપના જોઈ રહ્યો હતો, પરંતુ ઓઢવ બ્રિજ નજીક બનેલી આ કાળમુખી ઘટનાએ તેની તમામ આશાઓ અને તેના જીવનનો અકાળે અંત આણી દીધો છે. આ દુર્ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે મૃતક કિશોર તેના માતા-પિતાનો એકનો એક લાડકવાયો પુત્ર હતો. ઘડપણની લાકડી સમાન એકમાત્ર પુત્રએ આ રીતે અચાનક દુનિયામાંથી વિદાય લેતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. પોતાના વહાલસોયા દીકરાના મોતના સમાચાર સાંભળતા જ માતા-પિતા સહિત સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે અને પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે. આ ઘટના સોશિયલ મીડિયા અને આધુનિક યુગમાં જીવતા દરેક મોબાઈલ ધારક માટે એક ગંભીર ચેતવણી છે. અવારનવાર મોબાઈલ ઓવરહીટ થવા અથવા લોકલ બેટરીના કારણે બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ કિસ્સાએ સાબિત કર્યું છે કે ખિસ્સામાં રાખેલો ફોન પણ કેટલો જીવલેણ નીવડી શકે છે. તંત્ર અને નિષ્ણાતો દ્વારા પણ લોકોને અપીલ જાહે ન કરવો અને ગરમ થતી સપાટીઓથી દૂર રાખવો, જેથી આવી મોટી હોનારતથી બચી શકાય.

ઘટના કેવી રીતે બની?

  • યુવાનનો મોબાઈલ પેન્ટના ખિસ્સામાં હતો.

  • મોબાઈલમાં વધુ ગરમી કે શોર્ટ સર્કિટ થઈ હોવાની શક્યતા.

  • અચાનક બ્લાસ્ટ થતાં યુવાન ગંભીર રીતે દાઝ્યો.

  • હોસ્પિટલ ખસેડ્યા બાદ ડોક્ટરે મૃત જાહેર કર્યો.

નિષ્ણાતોનું કહેવું:

"લો ક્વોલિટી બેટરી, વધુ હીટ, ચાર્જિંગ દરમિયાન વપરાશ અને ડુપ્લિકેટ ચાર્જર બ્લાસ્ટનું મુખ્ય કારણ બની શકે છે." - ટેકનિકલ નિષ્ણાત

સાવચેતી રાખો:

  • મોબાઈલ ખિસ્સામાં રાખતી વખતે ચાર્જિંગ ન કરો.

  • ઓરિજનલ ચાર્જર અને બેટરીનો જ ઉપયોગ કરો.

  • ફોન વધુ ગરમ થાય તો તરત ઉપયોગ બંધ કરો.

  • ક્ષતિગ્રસ્ત બેટરી તરત બદલાવો.

લાપરવાહી ન કરો, તકેદારી જ બચાવ છે !