Loading Please Wait !!!
નકલી ‘વિમલ’ની ફેક્ટરી ગુજરાતમાં !

=> નકલી માલનો કાળો ખેલ; અમદાવાદમાંથી હજારો નકલી પેકેટ જપ્ત

=> SOGનો દરોડો: મશીન સાથે ડૂપ્લીકેટ વિમલના 2000 અને મહકના 100 નકલી પેકેટ મળી આવ્યા


સિટી ન્યૂઝ@અમદાવાદ

નકલીમાં બાકી હતું તો હવે પાન મસાલા પણ મળી આવ્યા છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા વિજય એસ્ટેટમાં એક કારખાનામાં દરોડો પાડી એસઓજીએ નકલી પાનમસાલા બનાવી વેચાણ કરતા એક શખસને ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી મશીન સહિત નકલી પાન મસાલાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં નકલી માલ બનાવી અન્ય શહેરમાં વેચાણ કરાતું હતું. શહેરની ખાનગી કંપનીના પ્રોપરાઈટર હિરેન પટેલે SOG ને માહિતી આપી હતી કે ઓઢવમાં વિજય એસ્ટેટમાં એક વ્યક્તિ નકલી વિમલ અને મહક પાન મસાલા બનાવીને અન્ય શહેરોમાં વેચી રહ્યો છે,

જેના આધારે SOG ની ટીમે ઓઢવના શેડમાં રેડ કરી હતી ત્યારે શેડમાંથી શબ્બીરઅલી શેખ મળી આવ્યો હતો. આ ઉપરાંત શેડમાંથી વિમલ પાન મસાલા ના ૨૦૦૦ પેકેટ, મહક પાન મસાલા ના ૧૦૦ પેકેટ, પાન મસાલાની છૂટક પડીકી, સોપારી, પેપર રોલ પ્લાસ્ટિકના પાઉચ, મોબાઈલ ફોન સહિત કુલ ૩.૩૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી નકલી પાન મસાલા બનાવી પેકિંગ કરીને અન્ય શહેરોમાં વેચતો હતો. એસઓજીએ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શેડમાંથી વિમલ પાન મસાલાના 2000 પેકેટ, મહક પાન મસાલાના 100 પેકેટ, પાન મસાલાની છૂટક પડીકી, સોપારી, પેપર રોલ પ્લાસ્ટિકના પાઉચ, મોબાઈલ સહિત કુલ 3.34 લાખનો મુદ્દામાલ કબજે