હવે નકલી વરિયાળી બજારમાં !
=> સુગંધ અને સ્વાદ માટે ખતરનાક કેમિકલનો ઉપયોગ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખતરો
=> ઊંઝામાં સ્વાસ્થ્ય સાથે ચેડાનો પર્દાફાશ
=> ઊંઝામાં આવેલી ગણપતિ ક્લીનિંગ ફેક્ટરી ખાતે ખોરાક–ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્ક્વોડે મોટી કાર્યવાહી હાથ ધરી
સિટી ન્યૂઝ@મહેસાણા
ઊંઝામાં આવેલી 'ગણપતિ ક્લીનિંગ ફેક્ટરી' ખાતે ખોરાક-ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્ક્વોડે મોટી કાર્યવાહી હાથ ધરી ભેળસેળના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન ફેક્ટરીમાં વરિયાળીને આકર્ષક દેખાવ આપવા માટે પ્રતિબંધિત લીલા કલરનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા અધિકારીઓએ તાત્કાલિક દરોડા પાડી આશરે રૂ. ૩.૩૦ લાખનો જથ્થો સીઝ કર્યો હતો. ગાંધીનગરથી આવેલી ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે ઊંઝામાં અચાનક ચેકિંગ દરમિયાન ફેક્ટરીમાં મોટા પાયે શંકાસ્પદ કામગીરી ચાલી રહી હોવાની માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી.
સ્થળ પરથી ૩,૫૪૮ કિલોગ્રામ જેટલી વરિયાળી તથા ભેળસેળ માટે વપરાતો અંદાજે ૧૪૦ કિલોગ્રામ લીલો એડલ્ટ્રન્ટ કલર જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ફેક્ટરી સંચાલકો પાસે ખાદ્ય પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી ફૂડ સેફ્ટી લાઈસન્સ પણ ઉપલબ્ધ નહોતું, જેના કારણે ખાદ્ય સુરક્ષા કાયદાનો ભંગ થતો હોવાની સાથે નાગરિકોના આરોગ્ય સાથે સીધો ચેડાં થતો હોવાનું તંત્રે નોંધ્યું છે. ફૂડ સેફ્ટી અધિકારીઓએ વરિયાળી અને કલરના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. અહેવાલ આવ્યા બાદ સંબંધિત સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે, આ સમગ્ર કાર્યવાહી આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અને 'ઝીરો ટોલરન્સ' નીતિના ભાગરૂપે કરાઈ હતી.
=> રંગ અને ચમક માટે કૃત્રિમ કેમિકલ ! - આરોગ્ય માટે હાનિકારક
=> પેકિંગ અને લેબલ વગર ખુલ્લી વેચાણ ! - કોઈ ગુણવત્તા નિયંત્રણ નહીં
=> લેબ ટેસ્ટમાં ખુલાસો હાનિકારક પદાર્થોનો !- સ્વાસ્થ્ય માટે જોખમી
=> તપાસમાં શું ખુલ્યું ?