Loading Please Wait !!!
નવનિયુક્ત પદાધિકારીઓને શૈલેષ ડાંગર દ્વારા અભિનંદન


સિટી ન્યૂઝ@રાજકોટ

મજબૂત વિચારો, લોકોના પ્રશ્નોને જનતાની વાતને પ્રાથમિકતા આપતું નેતૃત્વ એટલે રાજકોટ મહાનગરપાલિકાના નવ નિયુક્ત હોદ્દેદારો આજરોજ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચેય મુખ્ય હોદ્દેદારો મેયર નેહલભાઈ શુક્લ, ડેપ્યુમેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેનભાઈ ખીમણીયા, દંડક સંજયસિંહ રાણાને તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની નવી જવાબદારી મળવા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ તેમના કાર્યકાળમાં રાજકોટના વિકાસના નવા આયામો સર થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. આતકે રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર જ્યાબેન હરીભાઈ ડાંગર,ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર નજરે પડે છે.