નિધિ સ્કૂલ સંચાલિત સેવા પ્રકલ્પ છાશ કેન્દ્રનું આજ રોજ સમાપન
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરના વોર્ડ નંબર - ૧ ના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા છેલ્લા એક મહિનાથી ગોવર્ધન ગોશાળા ના સહયોગથી સેવા પ્રકલ્પ છાશ કેન્દ્ર આર્થિક રીતે પછાત તેમજ ગરીબ લોકોમાં દરરોજ ૫૦૦ લીટર છાશ નો દરેક પરિવાર દીઠ એક લીટર છાશનું વિતરણ કરવામાં આવતું હતું, આ છાશ કેન્દ્રમાં આજ રોજ રઘુવીરસિંહ ગોહિલ (વડોદ), રાજુભાઈ ફળદુ (એડવોકેટ) ઉપસ્થિત રહી છાશ વિતરણ કરેલ હતું, આ છાશ કેન્દ્રની મુલાકાતે ધાર્મિક, સામાજિક, રાજકીય, સમાજસેવી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી છાશ વિતરણનો લાભ લીધેલ હતો, તેમજ નિધિ સ્કૂલની આ સેવાકીય પ્રવૃતિને બિરદાવેલ હતી, છેલ્લા એક મહિનામાં ૧૫,૦૦૦ થી પણ વધુ પરિવારોએ આ છાશ કેન્દ્ર નો લાભ લીધો હતો, ઉનાળાના સખત ગરમીમાં છાશ એ લોકો માટે અમૃત પીણું હોય છાશ કેન્દ્રનો વધુમાં વધુ લોકોએ લાભ લીધેલ હતો,
આ છાશ કેન્દ્રનો આજ રોજ તા. ૩૦/૦૫/૨૦૨૬ (શનિવાર)ના રોજ છાશ વિતરણ કરી સમાપન કરવામાં આવેલ છે, આ છાશ વિતરણ કેન્દ્રનું સંચાલન નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ હર્ષદ રાઠોડ, નિરવ વ્યાસ, તુષાર રાવલ, પ્રશાંત સિંધવ, વિશાલ ચાવડા તેમજ તેમના મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ હતું.