પડધરીમાં પાડોશીએ પ્રૌઢાને જાનથી મારી નાખવાની ધમકી
=> છેડતીના કેસમાં સમાધાન નહિ કરતા આચરેલ કૃત્ય : નોંધાતો ગુનો
સિટી ન્યૂઝ@રાજકોટ
પડધરીના આંબેડકરનગરમાં રહેતા રંજનબેન ભીખાભાઈ ચાવડાએ પાડોશમાં રહેતા સાગર વિનોદભાઈ ચાવડા સામે જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પતિ આજથી બાર વર્ષ પહેલા અવસાન પામેલ છે ગત ૨૮ તારીખે સાંજે હું મારા ઘર પાસે બહાર શેરીમાં હતી ત્યારે સાગર ત્યાં ધસી આવ્યો હતો અને મારૂ નામ લઈને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ જેથી મે તેને ગાળો બોલવાની ના પાડતા તે એક દમ ઉશ્કેરાઈ ગયેલ અને કહેવા લાગેલ કે હજુ તો તને પુરી કરી નાખવી છે તેમ કહી મારી સાથે બોલાચાલી કરવા લાગતા બાજુ માંથી મારા બેનના દીકરી દીક્ષિતાબેન ચાવડા અવાજ સાંભળી બહાર નીકળતા આ સાગર ત્યાંથી જતો રહેલ હતો બાદ હું પડધરી પોલીસસ્ટેશન ખાતે ફરિયાદ કરવા ગઈ હતી દોઢેક વર્ષ પૂર્વે સાગર સામે છેડતીની ફરિયાદ નોંધાવી હોય તેમાં સમાધાન કરવા અવારનવાર હેરાન કરતો હોય પરંતુ અમે સમાધાન નહિ કરતા મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.