મોટી પાનેલીના ફુલજર ડેમમાંથી ખનીજ ચોરી ઝડપી લેતી રેન્જ ટીમ
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના ભાયાવદર પો.સ્ટે. વિસ્તારના પાનેલી ગામના ફુલજર ડેમ છેડે સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજની ચોરી કરતા ઈસમોને ૧ જેસીબી, ૧ લોડર ટ્રેક્ટર, ૨ ડમ્પર, ૨ આઈસર ટ્રેક્ટર તથા રેતીનો સ્ટોક મળી કુલ ૧.૧૫ કરોડના મુદ્દામાલ સાથે રાજકોટ રેન્જ ટીમે ડ્રાઈવરો સહિતનાને ડિટેઈન કર્યા છે. રાજકોટ રેન્જ આઈજી બિલિર્મ રાય દ્વારા રાજકોટ ગેરકાયદે પ્રવૃત્તિ આચરનારા ઈસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપત્તિને તબાહ કરતી સંપત્તિને નુકસાન કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલ પીએસઆઈ બી.સી.ગિયાત્રાની ટીમને બાતમી મળી હતી કે ફુલજર ડેમ કાંઠે સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજની ચોરી કરનાર ભાയാભાઈ બાલાભાઈ ભઠ્ઠા તથા કમાભાઈ આલાભાઈ ભઠ્ઠા છે.બંને ઠાંક તા.ઉપલેટા જી રાજકોટ વાળાના સાગરીતોને વાહનો સાથે પકડેલ જેમાં (૧) જે.સી.બી. નંબર GJ ૧૪ M ૬૬૧૪ ડ્રાઈવર ધુમિલ ભાવેશભાઈ ભાઈ રહે, ઠાંક ઉપલેટા મારીતલ કમાભાઈ બાબુભાઈ ભઠ્ઠા રહે,ઠાંક તા.ઉપલેટા (૨) આઈસર ટ્રેક્ટર નંબર GJ ૨૪ Am ૦૫૫૪ ડ્રાઈવર મેહુલ ગેરુભાઈ કલોતરા રહે, ગોટીગરા ધોરાજી માલિક જયદીપભાઈ ભાയാભાઈ ભઠ્ઠા રહે,ઠાંક તા.ઉપલેટા (૩) આઈસર ટ્રેક્ટર નંબર GJ ૧૦ DG ૦૮૮૯ ડ્રાઈવર મેરુભાઈ ભદાભાઈ કલોતરા રહે, ઠાંક ઉપલેટા માલિક બાબુભાઈ ભઠ્ઠા રહે,ઠાંક તા.ઉપલેટા (૪) ડમ્પર નંબર GJ ૧૪ AT ૪૦૦૫ ડ્રાઈવર ઋત્વિક સાજુબાઈ વંદા રહે, ગણોદ તા ઉપલેટા માલિક અશ્વિનભાઈ વાળા રહે ઉપલેટા (૫) લોડર ટ્રેક્ટર નંબર GJ ૧૧ AD ૨૨૫૭ ડ્રાઈવર હર્ષિલ હાજાભાઈ કરમટા રહે, માંડસન તા જામજોધપુર માલિક અરજણભાઈ ઉર્ફે જાકો રબારી રહે ધોરાજી (૬) નંબર વગરનું ડમ્પર ચેસિસ નંબર MB૧HTDFC૩EERP૬૨૮૪ ડ્રાઈવર અર્જુનભાઈ નરશીભાઈ ડુડકિયા રહે, દાહુકા તા કુતિયાણા જી પોરબંદર માલિક દિનેશભાઈ ડોડીયા રહે ઉપલેટા આઓને વાહનો મળી કુલ જેસીબી-૧ કિ.૩.૧૫,૦૦,૦૦૦/- લોડર ટ્રેક્ટર-૧ કિ.૩.૧૦,૦૦,૦૦૦/- ડમ્પર-૨ કિ.૩.૧૦,૦૦,૦૦૦/- તથા રેતીનો સ્ટોક કિ.૩.૫૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.૩.૧૫,૧૫,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ભાયાવદર પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાનગીના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારું કસુરદારો તથા મુદ્દામાલને સોંપી આપવામાં આવેલ છે.