Loading Please Wait !!!
PSI ભરતી પરીક્ષા માટે પેપર-1ની ફાઇનલ આન્સર કી જાહેર

=> 3 જૂન સુધી રિ–ચેકિંગ માટે તક

=> ઉમેદવારો હવે ઓનલાઇન માર્ક્સ જોઈ શકશે

 

સિટી ન્યૂઝ@અમદાવાદ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI ભરતી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા લેવાયેલી પી.એસ.આઈ. કેડરની લેખિત પરીક્ષા પેપર-૧ (MCQ) ની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. સાથે જ ઉમેદવારોના ગુણ પણ ઓનલાઇન મુકવામાં આવ્યા છે.ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ ઉમેદવારો હવે પોતાના લેખિત પરીક્ષાના ગુણ સત્તાવાર વેબસાઇટ પર જઈને જોઈ શકશે. પરીક્ષાના ગુણ તથા જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.બોર્ડ દ્વારા જણાવાયું છે કે, જે ઉમેદવારોને પોતાના OMR શીટના રિચેકિંગ અંગે કોઈ રજૂઆત કરવી હોય તેઓ ૩ જૂન, ૨૦૨૬ સુધીમાં અરજી કરી શકશે.

નિર્ધારિત સમયમર્યાદા બાદ આવતી અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉલ્લેખનીય છે કે PSI ભરતી પ્રક્રિયાને લઇને રાજ્યભરના હજારો ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. હવે ગુણ જાહેર થતાં આગામી તબક્કાની પ્રક્રિયા તરફ ઉમેદવારોની નજર રહેશે.