Loading Please Wait !!!
પારડીનો એક શખ્સ પડાવા પાસેથી હથિયાર સાથે ઝબ્બે

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગેરકાયદે હથિયાર વેચનાર ઈસમો ઉપર વોચ રાખી કેસો કરવા માટે આપેલી સૂચના અન્વયે શાપર-વેરાવળ પોલીસ મથકના પીઆઈ આર. બી. રાણા, એસએસઆઈ ડી. આર. સરવૈયા, એચસી દિનેશભાઈ ખાટરીયા, એચસી જગદીશભાઈ ઝાલા, પીસી લખધીરસિંહ જાડેજા, પીસી રાજેપસિંહ જાડેજા પીસી મનસુખભાઈ ચૌહાણ, દિવ્યેશભાઈ શામળા સહિતની ટીમે બાતમી આધારે રેલવે ફાટક પાસે વોચ ગોઠવી પારડીના પ્રકાશ ઉર્ફે પક્કો રણછોડભાઈ પરમારને દેશી બનાવટની પીસ્તલ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ પ્રકાશ ઉર્ફે પક્કાએ આ હથિયાર ક્યાંથી કોની પાસેથી લીધું ? તે અંગે તેની પૂછતાછ હાથ ધરાઈ છે.