Loading Please Wait !!!
PM મોદી ફ્રાન્સના પ્રવાસે

G7 સમિટમાં ભાગ લેશે : ટ્રમ્પ સાથે મુલાકાતની શક્યતા : પેરિસ પણ જશે

સીટી ન્યૂઝ@પેરિસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ થી ૧૮ જૂન સુધી ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે રહેશે. વડાપ્રધાન બન્યા પછી મોદી ૭મી વખત ફ્રાન્સ જઈ રહ્યા છે. ૧૩-૧૪ જૂને નીસ શહેરમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. સાથે જ ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.

૧૬ જૂને મોદી ફ્રાન્સ પાછા કરશે. મોદી ૧૭ જૂને G૭ સમિટમાં ભાગ લેશે. સમિટમાં વૈશ્વિક અર્થતંત્ર, આંતરરાષ્ટ્રીય સહયોગ, નવી ભાગીદારીઓ અને AI ના મુદ્દા પર ચર્ચા થશે. પીએમ મોદીની ઘણા વર્લ્ડ લીડર્સ સહિત અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ શકે છે. ત્યારબાદ મોદી પેરિસ જશે.

બે દિવસ ૧૪ થી ૧૫ જૂન પીએમ સ્લોવાકિયામાં રહેશે. અહીં વડાપ્રધાન રોબર્ટ ફિકો અને રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિની સાથે મુલાકાત કરશે. ૧૯૯૩માં સ્લોવાકિયાના આઝાદ દેશ બન્યા પછી કોઈ ભારતીય પીએમનો અહીંનો આ પહેલો પ્રવાસ છે.

'ભારત ઇનોવેટ્સ' શિક્ષણ મંત્રાલયની નવી ગ્લોબલ ઇનિશિએટિવ છે, જેની જાહેરાત વડાપ્રધાન મોદીએ ફેબ્રુઆરી ૨૦૨૬માં ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષના ઉદ્ઘાટન દરમિયાન કરી હતી. તેનો ઉદ્દેશ્ય ભારતીય સ્ટાર્ટઅપ્સ, IITs, IISc, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને વૈશ્વિક રોકાણકારો, કંપનીઓ, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ સાથે જોડવાનો છે.

આ કાર્યક્રમ ૧૪ થી ૧૬ જૂન સુધી નીસ શહેરમાં પેલેસ ડેસ એકસપોઝિશન્સમાં યોજાશે. આ મેગા સમિટનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કરશે.