ઘરકંસમાં પતિની પત્ની અને પુત્રએ હત્યા કરી નાખી
- ગુજરાતના વિરમગામની ઘટના
- સીડી ઉપરથી ધા કરી બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ
સિટી ન્યૂઝ@વિરમગામ
વિરમગામમાં નવા વિકાસ પામી રહેલા વિસ્તારમાં પ્રજ વિહાર સોસાયટીમાં રઢિલ સોળ નંબરના મકાનમાં પત્ની દિવ્યા અને બે યુવાન પુત્રો ધ્રુવ અને ઉદય સાથે રહેતા અક્ષર જ્વલેર્સ નામે સોની વ્યવસાય કરતા દીપકભાઈ જયંતિલાલ સોની (રાધનપુરા) નું શનિવારે બપોરે અવસાન થયાનો બનાવ ઘટ્યો હતો. દીપકભાઈને માથામાં ઈજા હતી, જેઓ ઘરમાં સીડી પરથી પડી જવાથી મૃત્યુ થયાનું પત્ની દિવ્યાએ અને નાનો પુત્ર ઉદયે જાહેર કર્યું હતું.
દીપકભાઈને ખાનગી હોસ્પિટલ ખરોદાયા હતા. પરંતુ મૃત્યુ નિપજ્યું હોવાથી હોસ્પિટલ તરફથી ઘરે લઈ જવા જણાવી દેવાયું હતું. બીજી તરફ ફટાફટ તેમની અંતિમક્રિયા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી, સગા સંબંધીઓને જાણ થતા દીપકભાઈના બનેવી, બે ભણા રાજનભાઈ, રવિભાઈ અમદાવાદથી સાંજે આવી પહોંચ્યા હતા.જેમને શક પડ્યો હતો, પોલીસે જાણ કરી હતી. પોલીસે પહોંચીને લાશ પીએમ માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ નિષ્ણાંત ડોક્ટરો એફએસએલ તપાસ જરૂરી હોવાથી લાશ અમદાવાદ આવી હતી, બનાવ સમયે ઘરમાં પત્ની દિવ્યા અને નાનો પુત્ર ઉદય હાજર હોવાથી પોલીસે તેમની પુછ પરછ કરી અને ઘર કંકાશમાં પત્ની દિવ્યા અને પુત્ર ઉદય માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ઢીમ ઢાલી દીધાનો શક પર પોલીસે પત્ની દિવ્યા અને પુત્ર ઉદયની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.