કાલથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના
-
ગુજરાત ઉપર ચાર સિસ્ટમ સક્રિય : હવામાન વિભાગ
સિટી ન્યૂઝ@અમદાવાદ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૪ દિવસ સુધી અતિભારે વરસાદની ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. ૩૦ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં મેઘમહેર અને પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ તારાજી પાછળનું મુખ્ય કારણ એકસાથે ૪ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થવાનું જણાવવામાં આવ્યું છે. આજે પણ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે, જ્યારે ૩૧ જુલાઈએ અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ માટે 'રેડ એલર્ટ' પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગે ૩૦ જુલાઈ માટે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, અમદાવાદ અને ભરૂચ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા દર્શાવતું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, સુરત,
નવસારી અને વલસાડ જિલ્લાઓમાં મસધાર વરસાદની આગાહી સાથે 'યલો એલર્ટ' અપાયું છે.
વરસાદી સિસ્ટમ ભારે હોવાના કારણે રાજ્યમાં વાવાઝોડા જેવા માહોલ સાથે ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવવાની શક્યતા પણ વર્તાવવામાં આવી છે. દરિયામાં કરંટ વધવાની અને ઊંચા
મોજા ઉછળવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પાસ તમામ જિલ્લા વહીવટી તંત્રોને એલર્ટ મોડ પર રહેવા આદેશ આપી દેવાયા છે.
ગુજરાતમાં ટાટા મોટર્સના પ્લાન્ટ પાણીમાં : કામગીરી ખોરવાઈ
અમદાવાદના સાણંદ જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં ટાટા પ્લાન્ટ આસપાસના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે નોકરીયાત વર્ગ અને સ્થાનિક લોકોને આવનજાવન માટે ટ્રેક્ટરોના સહારો લેવાની ફરજ પડી છે. છેલ્લા ૪૮ કલાકથી સતત વરસેલા વરસાદ અને યોગ્ય પાણીના નિકાલના અભાવે જીઆઈડીસીના રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા ઈન્ડસ્ટ્રિયલ યુનિટ્સ અને કંપનીઓ બંધ રાખવી પડી છે. જોકે તંત્ર દ્વારા વોટર પમ્પિંગ સ્ટેશન મૂકીને પાણીના નિકાલની ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
- MP-છત્તીસગઢમાં રેડ એલર્ટ
- દેશભરમાં વરસાદ
- ચાર્ધામ યાત્રા રોકવામાં આવી
ચોમાસું સૌથી સક્રિય તબક્કામાં પહોંચી ગયું છે. આ સમયે દેશ ઉપર બે સિસ્ટમ સક્રિય છે. બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા આજે ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢમાંથી પસાર થતું આગળ વધી રહ્યું છે. તેની અસરને જોતા IMD એ આગામી ૪-પ દિવસમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં સામાન્ય કરતાં વધુ અને આગામી ૫-૬ દિવસમાં પૂર્વ ભારતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે દેશની સૌથી મોટી ઓટો
કંપનીઓમાંની એક ટાટા મોટર્સ પણ પ્રભાવિત થઈ છે. કંપનીના સાણંદ પ્લાન્ટ અને આસપાસ આવેલા ઘણા સપ્લાયરના યુનિટ પાણી ભરાાને કારણે બંધ કરવા પડ્યા છે. આ તરફ, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે તીર્થયાત્રાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. ખરાબ હવામાનને કારણે ચાર્ધામ યાત્રા ૨ દિવસ માટે રોકી દેવામાં આવી છે. ચંપાવત, બાગેશ્વર અને ટીહરીમાં ધોરણ ૧ થી ૧૨ સુધીની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે.