Loading Please Wait !!!
રાજકોટમાં 167મા આવકવેરા દિવસની ઉજવણી કરાઈ

ફેન્સી ડ્રેસ, ચિત્ર સ્પર્ધાના વિજેતાઓનું સન્માન અને ઓર્કેસ્ટ્રા કાર્યક્રમ યોજાયો

સિટી ન્યૂઝ@રાજકોટ

૧૬૭મા આવકવેરા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટના મુખ્ય આવકવેરા કમિશનરની કચેરી દ્વારા ફેન્સી ડ્રેસ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાના વિજેતાઓનું સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય આવકવેરા કમિશનર સતીશ કુમાર ગોયલ, પ્રધાન આવકવેરા કમિશ્નર ડૉ. સુનીલ ગૌતમ, વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, તેમના પરિવારજનો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ૨૩ જુલાઈએ પથી ૧૫ વર્ષની વયના બાળકો માટે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્ફાય મ્યુઝિક ઇવેન્ટ્સ દ્વારા ઓર્કેસ્ટ્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સંગીતગય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આવકવેરા વિભાગ અને રાજકોટ સી.એ. એસોસિએશનના સભ્યો વચ્ચે પરસ્પર સંવાદ અને એકતાની ભાવના મજબૂત બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સાંસ્કૃતિક માહોલમાં વિભાગના સમૃદ્ધ વારસાની ઉજવણી કરવાની તક મળી હતી.

આ પ્રસંગે સી.એ. એસોસિએશન અને આઈ.ટી.પી. એસોસિએશનના હોદ્દેદારોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. મુખ્ય આવકવેરા કમિશનર સતીશ કુમાર ગોયલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ૧૮૬૦માં આવકવેરાની શરૂઆતથી લઈને આજ સુધી વિભાગે અનેક તબક્કાઓ પાર કર્યા છે અને હવે ડિજિટલ ક્રાંતિના યુગમાં કરવેરા વ્યવસ્થામાં પારદર્શિતા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.