રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે શનિવારે ફૂલોનો દિવ્ય શણગાર
કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ સ્થિત બાલાજી હનુમાનજી મંદિરે શનિવારના પાવન અવસરે બાલાજી દાદાને તાજા અને સુગંધિત ફૂલોના દિવ્ય શણગારથી અલંકૃત કરવામાં આવ્યા હતા. સોનેરી સિંહાસન પર બિરાજમાન દાદાના અલૌકિક સ્વરૂપના દર્શન માટે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર જય બાલાજી અને જય બજરંગ બલીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આ વિશેષ શણગાર દર્શનનું આયોજન મંદિરના આયોજક મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધરમણદાસજી સ્વામી તથા કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન અને પાવન નિશ્રા હેઠળ સંપન્ન થયું હતું.