120 વર્ષથી અનાથોનો સહારો બનેલું કાઠિયાવાડ બાલાશ્રમ!
અડીખમ સફર | રાજકોટની સંસ્થાએ અનાથોને આત્મનિર્ભર બનાવ્યા
-
1600 બાળકોને દેશ-વિદેશમાં ઘર મળ્યું
-
375 દીકરીનું કરાયું કન્યાદાન
-
કાઠિયાવાડ બાલાશ્રમથી 120 વર્ષની ગૌરવમય માઈલસ્ટોન
સીટી ન્યૂઝ@રાજકોટ
૧૮૮૯ના છપ્પનિયા દુષ્કાળની એ કારમી અને કાળજાળ પરિસ્થિતિ, જ્યારે અસંખ્ય માસૂમ બાળકો અનાથ થઈને ગલીઓમાં ભીખ માંગવા મજબૂર બન્યા હતા. એ કપરા સમયે બાળકોની આંતરડી ઠારવા માટે ૧૯૦૮માં મોરબીના પ્રજાતવત્સલ રાજવી અને સમાજના શ્રેષ્ઠીઓએ રાજકોટમાં જે પવિત્ર સંસ્થાનો પાયો નાખ્યો હતો, તે કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ આજે પોતાના ગૌરવવંત ૧૧૯ વર્ષ પૂર્ણ કરીને ૧૨૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે બાલાશ્રમ ખાતે અનાથ બાળકોની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ત્રણ દિવસના સુંદર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
અહીંના ૧૬૦૦ બાળકોને દેશ-વિદેશમાં ઘર મળ્યું છે જ્યાં તેમને દત્તક આપવામાં આવ્યા. ૩૭૫ દીકરીનું કન્યાદાન આ સંસ્થાએ કર્યું છે. અનાથથી લઈને આબાલ-વૃદ્ધોનો અડીખમ આશરો એટલે કાઠિયાવાડ બાલાશ્રમ એવું કહેવાય છે. આ વિશાળ વડલા સમાન સંસ્થાએ અત્યાર સુધીમાં ૧,૬૦૦ જેટલા અનાથ બાળકોને દેશ-વિદેશના પરિવારોમાં દત્તક અપાવીને નવું જીવન આપ્યું છે. આ ઉપરાંત, આશ્રમમાં મોટી થયેલી ૩૭૫ અંતેવાસી દીકરીઓને ધામધૂમથી પરણાવીને તેમના ઘર વસાવ્યા છે. હાલમાં આ સંસ્થા હેઠળ ચાલતી એ.વી.જલાની વિદ્યામંદિર સ્કૂલમાં આશરે ૨,૦૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. ફિલ્ડમાર્શલ બાલાશ્રમમાં ૧ દિવસથી લઈને ૧૮ વર્ષ સુધીની ૧૦૦ જેટલી બાલિકાઓ આશ્રય મેળવી રહી છે. બાલાશ્રમ માત્ર બાળકો જ નહીં, પણ વડીલોનો પણ સહારો બન્યું છે. મોરબી ખાતે સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં ૧,૬૦૦થી વધુ વડીલો નિવૃત જીવન વિતાવી રહ્યા છે અને હાલ ૪૦૦થી વધુ વડીલો ત્યાં રહી રહ્યા છે.
રાજકોટમાં પણ નવું અદ્યતન સિનિયર સિટીઝન હોમ એન્ડ ડે કેર સેન્ટર ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ ફિલ્ડમાર્શલ, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ અને જાણકારી પ્રવીણભાઈ અધારા સહિતના હોદ્દેદારોએ નગરજનોને આ ત્રણ દિવસીય ઉજવણીમાં ઉબરૂ આવી બાળકોને આશીર્વાદ આપવા અપીલ કરી છે. જ્યારે સોનાનો એક તોલાનો ભાવ ૩.૧૪ હતો, ત્યારે રાજકોટના રાજવીએ ૩.૧,૦૦૦ અનુદાન આપ્યું હતું આ સંસ્થા ભવ્ય ઈતિહાસ પર નજર કરીએ તો, મોરબીના પ્રજાતવત્સલ રાજવી કુમાર હરબમજી મહારાજાની પ્રેરણા અને આર્થિક મદદથી આ સંસ્થાની સ્થાપના થઈ હતી.
1,600 અનાથ બાળકોને મળ્યું નવું જીવન
કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમે છેલ્લા ૧૧૯ વર્ષમાં ૧,૬૦૦થી વધુ અનાથ બાળકોને દેશ-વિદેશના પરિવારોમાં દત્તક અપાવીને નવું જીવન આપ્યું છે. એટલું જ નહીં, આશ્રમમાં ઉછરેલી ૩૭૫ દીકરીઓના લગ્ન કરાવીને તેમના ઘર પણ વસાવ્યા છે. આજે પણ ૧૦૦ જેટલી બાલિકાઓને આશ્રય, શિક્ષણ અને સંસ્કાર સાથે આત્મનિર્ભર જીવન માટે તૈયાર કરવામાં આવી રહી છે.
રાજવી અને દાતાઓના સહયોગથી રચાયો સેવાનો ઈતિહાસ
છપ્પનિયા દુષ્કાળ બાદ અનાથ બાળકોના પુનર્વસન માટે ૧૯૦૮માં મોરબીના રાજવી કુમાર હરબમજી મહારાજાની પ્રેરણાથી સંસ્થાની સ્થાપના થઈ હતી. રાજકોટના રાજવી લાખાજીરાજ બહાદુર મહારાજાએ તે સમયના ૩.૧,૦૦૦નું અનુદાન આપી સંસ્થાને મજબૂત આધાર આપ્યો હતો, સાથે જ મફત શિક્ષણ અને જમીનની પણ ભેટ આપી હતી, અનેક દાતાશ્રીઓના સહયોગથી શરૂ થયેલી આ સંસ્થા આજે અનાથ બાળકો અને વડીલો માટે વિશ્વાસનું કેન્દ્ર બની છે.