Loading Please Wait !!!
રાજકોટમાં કપડાં વગર (નગ્ન) સ્કૂટર સવારી : રાજકોટનો દાગીનો

કાલાવડ રોડનું ચોંકાવનારૂં દ્રશ્ય : લોકો સતબ્ધ

  • ■ માનસિકતા કે ચૂપન ઉતાવળમાં કપડાં પહેરવાનું ભૂલી ગયો

  • ■ આ વ્યક્તિ વિકૃત આનંદ માણવા લટાર મારવા નીકળ્યો

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ નગ્ન હાલતમાં મોટરસાયકલ ચલાવતો જોવા મળે છે. વ્યસ્ત માર્ગ પર આ પ્રકારની ઘટના સામે આવતા સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચિંતા ફેલાઈ છે.

માહિતી મુજબ, આ વ્યક્તિ જાહેર માર્ગ પર નગ્ન અવસ્થામાં બાઈક લઈને નીકળ્યો હતો અને કેટલાક સમય સુધી રસ્તા પર ફરતો રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં એક વાહનચાલકે તેનો વીડિયો બનાવી લીધો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વીડિયો વાયરલ થતાં લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. પ્રાથમિક ચર્ચા મુજબ, નગ્ન હાલતમાં દેખાતો આ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આ બાબતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ સતર્ક બની છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ ઘટના અંગે તુરત જાણ કરવા અપીલ કરી છે.