Loading Please Wait !!!
રાજકોટથી દેશના IT ઉદ્યોગને મળશે નવી દિશા-VCITEનું ભવ્ય લોન્ચિંગ

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાતના IT અને ITES ક્ષેત્ર માટે ઐતિહાસિક અધ્યાયનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. છેલ્લા અનેક વર્ષોથી સૌરાષ્ટ્રના IT ઉદ્યોગનું સફળ પ્રતિનિધિત્વ કરનાર રાજકોટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન (RITA) હવે વધુ વ્યાપક, વિઝન અને રાષ્ટ્રીય અભિગમ સાથે Visionary Council of IT & ITeS Enterprises (VCITE) તરીકે નવી ઓળખ સાથે કાર્યરત બન્યું છે જેનું ભવ્ય લોન્ચિંગ ૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ રાજકોટમાં યોજાનાર છે.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મહાનુભાવો, ઉદ્યોગગતતના અગ્રણી આગેવાનો, IT ઉદ્યોગના પ્રતિનિધિઓ, વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ, ઉદ્યોગ સંગઠનો, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ યુવા ઉદ્યોગસાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. VCITEનો મુખ્ય હેતુ માત્ર IT કંપનીઓનું પ્રતિનિધિત્વ કરવાનો નથી, પરંતુ ઉદ્યોગ

  • સરકાર - શિક્ષણજગત-સ્ટાર્ટઅપ્સ વચ્ચે ગજબૂત સેતુ બની સમગ્ર ટેક્નોલોજી ઇકોસિસ્ટમને વૈશ્વિક સ્તરે આગળ વધારવાનો છે. એમ્પ્લોયમેન્ટ જનરેશન, સ્કીલ ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા સહયોગ, સ્ટાર્ટઅપ પ્રોત્સાહન, ઇનોવેશન, પૉલિસી એડવોકસી, અને વૈશ્વિક બિઝનેસ તકો સર્જા માટે VCITE વિવિધ પહેલ હાથે ધરશે.

VCITEના પ્રમુખ રોનકભાઈ રૈયાણીએ તેમના કોરે ટીમના સભ્યો

જયદીપભાઈ નંદાની, રવિભાઈ કણસાગરા, હિતેશભાઈ સાવલીયા, દેવેનભાઈ બોધવદરા, વિવેકભાઈ આઘેડા, યોગેનભાઈ નથવાણી, કિશનભાઈ મનાવાદરિયા, દિલલીપભાઈ વોરાં, ધવલભાઈ પટેલ, ભાવેશભાઈ ધોળકિયા, જયદીપભાઈ આદેશયા, જીગ્રાબેન પીપળીયા સાથે જણાવ્યું હતું કે, ”VCITE માત્ર નવી સંસ્થા નથી, પરંતુ નવી વિચારધારા છે. અમારું લક્ષ્ય માત્ર IT કંપનીઓને એક ગંચ આપવાનું

નથી, પરંતુ ગુજરાતમાંથી વૈશ્વિક સ્તરની ટેક્નોલોજી ઇકોસિસ્ટમ જેમકે Artificial Intelligence, Industry ૪.૦, Cyber Security, Semiconductor, SaaS, Cloud અને Digital Transformation ઠેલી કરવાની છે સંસદ ઉદ્યોગ શિક્ષણજગત અને યુવાનોને સાથે લઈ ‘Collaborate, Innovate & Elevate’ના મંત્ર સાથે અમે નવા યુગની શરૂઆત કરી રહ્યા છીએ.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરી શકે છે અને VCITE આ દિશામાં ગુજરાત તથા દેશના ઉદ્યોગોને સશક્ત બનાવવાનું કાર્ય કરશે.

કાર્યક્રમના આયોજકો દ્વારા રાજ્યભરના IT અને T&S ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, MSMEs, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિવિધ ઉદ્યોગ સંગઠનોને આ ઐતિહાસિક પ્રસંગમાં સહભાગી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.