Loading Please Wait !!!
રાજકોટ જિલ્લામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

એલસીબીએ 3 ગુનાનો ભેદ ઉકેલી નાખી 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

 સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બનતા મિલકત સંબંધી અનડીટેક્ટ ગુનાઓની ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવાની આપેલ સૂચનાથી રૂરલ એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહદરી હેઠળ ટીમ પ્રયત્નશીલ હતી, તે દરમિયાન જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિનેશભાઈ મંગીયાભાઈ ડામોર (હાલ રહે. જેતપુર) ને સરદાર ચોકથી એક પેસેન્જર રીક્ષામાં બેસાડી ચાર શખ્સોએ જેતસલાર તરફ જવાના રસ્તે વાતોમાં વળગાવી નજર ચૂકવી પેન્ટના ખિસ્સામાંથી રોકડ રૂ.૧૫૦૦૦ ચોરી લીધી હતી. જે અંગેની ફરિયાદ જેતપુર સીટી પોલીસ મથક ખાતે નોંધ થયેલી હતી. દરમિયાન એલસીબી ટીમે બાતમીના આધારે દિનેશભાઈ ડામોરને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ સરવી લેનારી ગેંગને દબોચી લીધી હતી. એલસીબી ટીમે હુસેન ઉર્ફે દાઉદ મલેક (રહે. થાપર), શિયામ ઉર્ફે રાજા અજયસિંગ રાજપુત, ભરત ગુણજી ચંદ્રપાલ (રહે. ગાયસાસા આવાસ ક્વાર્ટર, રાજકોટ) અને રવિ રમેશ ચૌહાણ (રહે. માથાણી ચોક, આવાશ ક્વાર્ટર, રાજકોટ)ની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલાં લોકોએ પોલીસ સમક્ષ અલગ અલગ ગુનાની કબૂલાત આપતા જણાવ્યું હતું કે તેમણે ગત તા. ૨૨ જુલાઈના રોજ થાપર ખાતે બુધવારીમાંથી એક પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રૂ. ૪૦૦૦ ની રોકડ કાઢી લીધેલ હતી. ગત તા. ૨૭ જુલાઈના રોજ ચારેય આરોપીઓ રાજકોટથી બેસી જેતપુર જવા નીકળ્યા હતા.દુમિયાન ખુલાસા ગામના પાટીયા પાસેથી એક

પેસેન્જરની રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રૂ. ૭૦૦ રોકડા કાઢી લીધેલ હતા. બાદમાં તે જ દિવસે જેતપુર ખાતે પહોંચી સરદાર ચોકથી આગળ જુનાગઢ તરફ જવાના રસ્તા પરથી પેસેન્જરને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ.૧૫ હજારની રોકડ કાઢી લીધાની રિક્ષા ગેંગના સભ્યોએ પોલીસ સમક્ષ કબૂયું હતું. જેથી રૂરલ એલસીબી ટીમે ચાર શખ્સોની ધરપકડ કરી રોકડ રૂ.૭૯ હજાર, ચાર મોબાઈલ અને જીજે-૦૩-સીટી-૨૨૦૩ નંબરની રીક્ષા મળી કુલ રૂ. ૧.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઝડપાયેલ આરોપી હુસેન મલેક વિરુદ્ધ પોરબંદર અને રાજકોટ ગામમાં દારૂના સાત ગુના, ભરત ચંદ્રપાલ વિરુદ્ધ રાજકોટ, જુનાગઢ, મોરબીમાં દારૂ અને ચોરી સહિતના ૧૩ ગુના અને શિવમ રાજપુત વિરુદ્ધ રાજકોટ શહેર અને ગામમાં દારૂ, ચોરી સહિતના પાંચ ગુના નોંધાયેલ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. જેથી રિક્ષા ગેંગએ અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ આગળ વધાવી છે.