Loading Please Wait !!!
રાજકોટ રેલવે સ્ટેશનની સુવિધાઓ અને સેફ્ટી વ્યવસ્થાનું મહાપ્રબંધકે કર્યું નિરીક્ષણ

 

  • » વિરમગામજામનગર રેલવે સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ પૂર્ણ કરાયું

  • » સ્ટેશનની સ્વચ્છતા, મુસાફર સુવિધા અને ઓપરેશનલ કામગીરીની સમીક્ષા

  • » રેલવે કર્મચારીઓની કામગીરીની પ્રશંસા, ઉચ્ચ સેફ્ટી ધોરણ જાળવવા સૂચના

સીટી ન્યૂઝ@રાજકોટ

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામશ્રય પાંડે દ્વારા વિરમગામજામનગર અને જામનગરવિરમનગર રેલવે સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે રાજકોટ રેલવે સ્ટેશનની મુલાકાત લઈને મુસાફરોને ઉપલબ્ધ સુવિધાઓ, સ્વચ્છતા, સેફ્ટી તેમજ ઓપરેશનલ વ્યવસ્થાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મહાપ્રબંધકે વિરમગામજામનગર અને જામનગરવિરમનગર રેલવે સેક્શનમાં રેલવે ટ્રેકની સ્થિતિ, ઓપરેશનલ કાર્યક્ષમતા તેમજ વિવિધ સેફ્ટી માપદંડોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું હતું. તેમણે સુરક્ષિત અને ગુણવત્તાસભર રેલ સંચાલન માટે જરૂરી બાબતોની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે તેમણે પ્લેટફોર્મ, વેઈટીંગ રૂમ, હેરીટેજ રૂમ, વિવિધ સ્ટોલ, ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ (OSOP) સ્ટોલ, સ્ટેશન સક્યુલેટિંગ એરિયા, સ્ટેશન ફેસાદ, લોબી તેમજ આરપીએફ કચેરીનું નિરીક્ષણ કર્યું હતું.

ઉપરાંત સ્ટેશન પરિસરની સ્વચ્છતા, મુસાફરો માટેની સુવિધાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સેફ્ટી વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન મહાપ્રબંધકે સુવિધાઓની ગુણવત્તા, જાળવણી અને સેવા ધોરણોનું મૂલ્યાંકન કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા, તેમણે રેલવે કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરતા સેફ્ટી, કાર્યક્ષમતા અને મુસાફર-કેન્દ્રી સેવાઓના ઉચ્ચ ધોરણો સતત જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનીલ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (કો-ઓર્ડિનેશન) નરેન્દ્ર સિંહ સહિત ડિવિઝનના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.