Loading Please Wait !!!
સામાજિક અગ્રણી રાજુ જીંજા દ્વારા બાઈકર્સને ભવ્ય વિદાય


સિટી ન્યૂઝ@રાજકોટ

પર્યાવરણ બચાવવાના ઉમદા સંદેશ સાથે રાજકોટથી લંડન સુધીની ઐતિહાસિક સફર પર જઈ રહેલા ૨ સાહસિક બાઈક રાઈડર્સને સામાજિક અગ્રણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર રાજુ જીંજાએ ભવ્ય સન્માન સાથે હાર્દિક વિદાય આપી હતી. આજે વહેલી સવારે ૬ વાગ્યે અવધ રોડ સ્થિત NRI પાર્ક ખાતેથી જાણીતા બિલ્ડર અને રાઈડર જીવા પરમાર તેમજ અહમદ ચાવડા ૧૮ દેશોની યાત્રા માટે રવાના થયા હતા. આ પ્રસંગે રાજુ જીંજાએ બંને રાઈડર્સને ફૂલહાર પહેરાવી, મોઢું મીઠું કરાવીને તેમની આ ઐતિહાસિક સફર નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. રાજુ જીંજાના પ્રોત્સાહનથી બંને રાઈડર્સનો ઉત્સાહ બેવડાયો હતો.