Loading Please Wait !!!
ત્રણ રક્તદાન કેમ્પમાં 198 બોટલ રક્ત એકત્ર

શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી ત્રણ સંસ્થાઓનો વિશાળ સેવાજ્ઞ

» સિવિલ હોસ્પિટલને 150 અને AIIMS રાજકોટને 48 બોટલ અર્પણ; ભાજપ યુવા મોરચા, ICAI રાજકોટ બ્રાન્ચ અને રોટરી ક્લબ ઓફ રાજકોટની સેવાભાવી પહેલ

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલ તથા AIIMS રાજકોટના લાભાથે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશના સહયોગથી શહેરમાં ત્રણ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા વિશાળ રતરે રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગર ભાજપ યુવા મોરચા, ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) રાજકોટ બ્રાન્ચ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટના સંયુક્ત પ્રયાસોથી કુલ ૧૭૭ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૧૦ બોટલ રાજકોટ સિવિલ બ્લડ બેન્ક અને ૪૭ બોટલ AIIMS રાજકોટને આપવામાં આવી હતી. રાજકોટ મહાનગર ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલા કેમ્પમાં ૧૫૭ લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું, જેમાંથી ૬૦ બોટલ રાજકોટ સિવિલ બ્લડ બેન્ક તથા ૧૭ બોટલ AIIMS રાજકોટને આપવામાં આવી હતી. ICAI રાજકોટ બ્રાન્ચના ચેરમેન CA મૌલિક બગડાઈ, સેક્રેટરી CA જયેશ ધામેજા અને ટીમના પ્રયાસોથી યોજાયેલા કેમ્પમાં ૮૭ બોટલ રક્ત એકત્ર કરી રાજકોટ સિવિલ બ્લડ બેન્કને અર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે રોટરી ક્લબ ઓફ રાજકોટના પ્રમુખ જયંતભાઈ અગ્રવાલ, સેક્રેટરી મિતેશભાઈ મહેતા, પ્રોજેક્ટ ચેરમેન બ્રિજેશભાઈ સગપરીયા અને ટીમના આયોજન હેઠળ યોજાયેલા કેમ્પમાં ૩૪ બોટલ રક્ત એકત્ર કરી રાજકોટ સિવિલ બ્લડ બેન્કને આપવામાં આવ્યું હતું. ત્રણેય કેમ્પમાં રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના ડોક્ટરો, ટેક્નિશિયન ટીમ તેમજ AIIMS રાજકોટના ડોક્ટરોએ રક્ત એકત્ર કરવાની કામગીરી સંભાળી હતી અને સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીએ તમામ રક્તદાતાઓ તથા સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ દર્દીઓને નવું જીવન મળી શકે છે. તેમણે જન્મદિવસ, પુણ્યતિથિ તથા અન્ય પ્રસંગોએ પણ રક્તદાન કેમ્પ યોજી સમાજસેવામાં જોડાવા અપીલ કરી હતી. સાથે જ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન, સ્કીનદાન સહિતના સેવાકાર્યો માટે ફાઉન્ડેશનનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.