વિધર્મી શખ્સે દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન કરાવ્યું
-
ફોટા-વિડિયો વાયરલ કરવાની અને દુબઈમાં વેચી નાખવાની ધમકી આપી: બે ફરિયાદ
-
પાડોશીએ પતિ-પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતાને શિકાર બનાવી
સિટી ન્યૂઝ | રાજકોટ
રાજકોટમાં વિધર્મી શખ્સે ઓળખ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરી બ્લેકમેઈલ કરી ધર્મ પરિવર્તન કરાવ્યા અને સોનાના દાગીના પડાવી લેવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જ્યારે પરસાણાનગરમાં રહેતા શખ્સે પાડોશી પરિણીતાને પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી વર્ષ સુધી દુષ્કર્મ આચરતા આ અંગે પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પીડિતાએ રેલનગરમાં રહેતા સાહિલ સમીરભાઈ ચાનિયા નામના વિધર્મી શખ્સ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જુલાઈ ૨૦૨૪માં યુવકે તેના ઘરે ઘૂસીને બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો હતો અને ફોટો-વિડિયો ઉતારી લીધા હતા, ત્યાર બાદ વિડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી વારંવાર દુષ્કર્મ આચરતો રહ્યો. આરોપી પીડિતાને અજમેર લઈ ગયો હતો, જ્યાં હોટલમાં બળાત્કાર ગુજારી, કલમા પઢાવી તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને નામ બદલી નાખ્યું હતું
આ દરમિયાન આરોપીએ પીડિતાના સોનાના દાગીના પણ ગિરવે મૂકી નાણાં વાપરી નાખ્યા હતા. તાજેતરમાં, જૂન ૨૦૨૬માં આરોપી તેને રાજકોટની હોટલમાં લઈ ગયો હતો, જ્યાં પીડિતાએ આરોપીને ફોન પર 'તેને દુબઈ લઈ જઈ વેચી દેવાની' વાત કરતા સાંભળી લેતા તે ડરી ગઈ હતી અને પોતાના વતન નાસી ગઈ હતી. અંતે પીડિતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે પરસાણાનગરમાં રહેતા શિક્ષાચાલક અમિત મનસુખભાઈ ધાવરી સામે એક પરિણીતાએ પ્રનગર પોલીસમાં દુષ્કર્મ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આશરે પાંચ-છ વર્ષ પહેલાં લતામાં રહેતા હોવાને કારણે આરોપી પરિણીતાના પતિ સાથે પરિચયમાં આવ્યો હતો અને વાહન ન હોવાથી ભાડે રીક્ષા બાંધતા બળજબરીથી ફોન નંબર મેળવી લીધા હતા. ત્યાર બાદ સતત મેસેજ અને ફોન કરી હેરાન કરતો હતો એક દિવસ પરિણીતા ઘરે એકલી હતી ત્યારે આરોપીએ છરો બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રથમવાર દુષ્કર્મ કર્યું હતું આરોપીના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી પીડિત પરિવારે ત્રણ-ચાર વખત ભાડાના મકાનો બદલ્યા હતા, છતાં આરોપી ચેનકેન પ્રકારે નવું સરનામું શોધી કાઢતો હતો અંતે ફરિયાદ નોંધાવી હતી.