રેશન સિસ્ટમમાં ફેરફાર હવે પ્રતિ વ્યક્તિ 7 કિલો અનાજ
સીટી ન્યૂઝ@રાજકોટ
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી રેશન સિસ્ટમમાં પરિવાર દીઠ ૩ કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ દેશની જાહેર વિતરણ પ્રણાલી અને રેશનિંગ વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા વિધેયક-૨૦૨૬નો મુસદ્દો જાહેર કર્યો છે. આ નવા ખરડામાં અંત્યોદય અન્ન યોજના હેઠળ મોટો ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા વિધેયક-૨૦૨૬નો મુસદ્દો જાહેર કર્યો છે.
આ મુસદ્દા પ્રમાણે, અત્યાર સુધી અંત્યોદય અન્ન યોજના હેઠળ દરેક પાત્ર પરિવારને દર મહિને ૩૫ કિલોગ્રામ અનાજ આપવામાં આવતું હતું. હવે તેમાં ફેરફાર કરીને દર મહિને પ્રતિ વ્યક્તિ ૭ કિલોગ્રામ અનાજ આપવાનો પ્રસ્તાવ છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ પરિવારને મળનારા અનાજની મહત્તમ મર્યાદા દર મહિને ૩૫ કિલોગ્રામ જ રહેશે. એટલે કે પરિવારના સભ્યોની સંખ્યા પ્રમાણે અનાજ વધશે પણ કુલ જથ્થો નક્કી કરેલી સીમાથી વધશે નહીં.
વર્તમાન વ્યવસ્થામાં પરિવારના કદ આધારે અસમાનતા જોવા મળે છે. નાના પરિવારોમાં વ્યક્તિ દીઠ વધુ અનાજ મળી જાય છે, જ્યારે મોટા પરિવારોમાં વ્યક્તિ દીઠ ઓછું અનાજ આવે છે. આ અસંતુલનને ખતમ કરવા અને તમામ લાભાર્થીઓને સમાન ધોરણે લાભ આપવા માટે આ નવી વ્યવસ્થા લાવવામાં આવી રહી છે. આ પ્રસ્તાવ લાગુ થવાથી રેશન વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા અને સંતુલન વધશે.