Loading Please Wait !!!
ગરમી શાકભાજીના ભાવમાં 60%નો ભાવ વધારો

સિટી ન્યૂઝ@અમદાવાદ

ગરમી અને કમોસમી વરસાદના કારણે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં લીલા શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. પરિણામે જિલ્લામાંથી થતી લોકલ આવક સદંતર બંધ થઈ ગઈ છે. જેના કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે.

અમદાવાદ એપીએમસી જમાલપુરના સેક્રેટરી સંજય પટેલના જણાવ્યા મુજબ, હાલ બજારમાં શાકભાજીની આવકમાં પર હજાર ક્વિન્ટલનો ઘટાડો નોંધાયો છે. આ અછતને પહોંચી વળવા માટે હવે છેક અન્ય રાજ્યોમાંથી શાકભાજી મંગાવવાની નોબત આવી છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને માલ બગડવાના જોખમને લીધે છેલ્લા દસ દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.

મોટાભાગના શાકભાજીના ભાવમાં ૫૦ થી ૬૦ ટકા જેટલો તોતિંગ વધારો થઈ ગયો છે. આગામી દિવસોમાં ગરમી વધતા ભાવ હજુ વધુ ઊંચકાવવાની આશંકા છે.

અહીં આપેલી ચોથી તસવીરના અખબારના પાનામાંથી લીધેલું ગુજરાતી લખાણ (ટેક્સ્ટ) કોઈ પણ જાતના ફેરફાર વગર નીચે મુજબ છે:

શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

શાકભાજી 7 દિવસ પહેલા હાલ
રીંગણ 11 17
ગવાર 22 35
ભીંડા 21 27
બટાટા 9 13
ચોળી 30 47
રવૈયા 17 23
ગીલોડા 36 41
ફ્લાવર 15 17
તુરીયા 21 26
ટામેટા 19 22
ગલકા 7 12
દૂધી 9 11
મરચા 17 28
કોથમીર 17 24
કાકડી 14 16
કારેલા 27 34