પ્રવેશોત્સવ કે પબ્લિસિટી સ્ટન્ટ?
બાળકો ઘટી રહ્યા છે ઉત્સવો વધી રહ્યા છે શિક્ષણ પર મોટો સવાલ
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દર વર્ષની માફક આ વર્ષે પણ રાજ્ય સરકારની સૂચના મુજબ ૨૩, ૨૪ અને ૨૫ જૂનના પ્રવેશોત્સવના તાયફા કરવા માટેના આયોજન કરી રહી છે. જેમાં રાજ્યના અનેક IAS - IPS અધિકારીઓ સરકારી સ્કૂલોમાં જઈ નાના બાળકોને પ્રવેશ અપાવશે. એક બાજુ વડાપ્રધાન દેશમાં કરકસર કરવાની વાતો કરે છે જેને અનુસરી ગુજરાત સરકાર ખોટા ખર્ચ નહીં કરવાના સૂચનાના પરિપત્રો કરે છે બીજી બાજુ રાજકોટમાં નેતાઓને વહાલા થવા શિક્ષણ સમિતિમાં લાખોના ખર્ચે ગણ્યા બાળકોને પ્રવેશ આપી દેખાડા કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાત કરવામાં આવે તો તેમાં ૯૩ ગુજરાતી માધ્યમની અને ૩ અંગ્રેજી માધ્યમની સ્કૂલો આવેલી છે અંગ્રેજી માધ્યમની સ્કૂલો આ વર્ષથી નવા એડમિશન બંધ કરવામાં આવ્યા છે અને નજીકના ભવિષ્યમાં આખી સ્કૂલો જ અધવચ્ચે બંધ કરી દેવામાં આવે તો નવાઈ નહીં. દર વર્ષે પ્રવેશોત્સવના નામે જે તાયફા કરવામાં આવે છે તેમાં સરકારી શાળામાં બાળકોની સંખ્યા વધવાની જગ્યાએ સતત ઘટતી રહે છે તે એક પણ જગ્યાએ દર્શાવવામાં આવતી નથી ફક્ત નવા એડમિશન કેટલા આવ્યા તે જ બતાવવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ તપાસવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તો બાળકોની સંખ્યા કેટલી હતી અને તેમાંથી હાલ કેટલી થવા પામી જે શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક ખામી દર્શાવે છે અને સાચું કહેવામાં આવે તો સરકારી શાળામાં ૫૦% બાળકો તો ત્યાં સત્તાધીશો બાળકોને મધ્યાન ભોજનમાં સિંગ દાણિયા જેવા ચાલુ નાસ્તા આપી પોતે બાળકોના નામ હોટલોમાં સમાંતરે ઉડાવતા રહે છે તો તે બાળકોને આ બોલતા ન આવડે તેવા મેકિસફૂડ કે બોલતા ન આવડે તેવા શિઝલર જેવા વ્યંજનનો જયાફતો રાજકોટની નામી હાઈફાઈ અને મોટી મોટી વાતો કરતા રહે છે કે અમે તો આ બધું બાળકો માટે કરીએ છીએ આ બધું સ્કૂલના બાળકો માટે કરે છે તે કોઈ દિવસ આજ સુધી ચોખવટ કરવામાં આવી નથી તો આમાં સામાન્ય પ્રજાને સમજાવવું શું ?
35 વર્ષથી ભરતી નહીં છતાં પ્રવેશોત્સવ શો રાજકોટ શિક્ષણ સાથે ખેલ?
દોઢ અબજનું બજેટ પણ ક્લાર્ક ૩ જ!
રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છેલ્લા ૩૫ વર્ષ જેટલા માતબર સમય પહેલા થયેલ કાયમી ભરતી બાદ સમયાંતરે ખાલી પડેલી જગ્યાઓ ઉપર રેગ્યુલર કાયમી ભરતી કરી શકી નથી અને રાજ્ય સરકારની સૂચના મુજબ આગામી ૨૩, ૨૪ અને ૨૫ જૂનના પ્રવેશોત્સવના તાયફા કરવા માટેના આયોજન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ૯૩ ગુજરાતી માધ્યમની અને ૩ અંગ્રેજી માધ્યમની સ્કૂલો આવેલી છે જેમાં અંદાજિત ૩૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓની શિક્ષણ વ્યવસ્થા માટે ૧૧૦૦ જેટલા શિક્ષકો કાર્યરત છે. સરકારી શાળામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે દરેક માતા પિતા માટે પ્રથમ સ્વપ્ન હોય છે. શિક્ષણના સુચારુ સંચાલન માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેનું મુખ્ય કાર્યાલય છે જેનું વાર્ષિક બજેટ દોઢ અબજથી પણ વધુ છે આવું મહાકાય બજેટ સંચાલન માટે સમિતિમાં અત્યારે માત્ર ત્રણ જ કાયમી ક્લાર્ક કામ કરે છે ૧૯૯૧ માં થયેલી ભરતી બાદ સમયાંતરે નિમણૂક લીધે અનેક મહત્વની જગ્યાઓ ખાલી પડેલી છે જેમાં કાયમી ભરતી કરવા શિક્ષણ સમિતિના મુખ્ય એવા ચેરમેન અને શાસનાધિકારીએ કોઈ તસ્દી લીધી નથી.