શેવિંગ-હેરકટ હવે મોંઘા સલૂનમાં 20%નો ભાવ વધારો
મોંઘવારીની આગમાં રાજકોટનો વાણંદ સમાજ પણ દાઝી ગયો !
સીટી ન્યૂઝ@ રાજકોટ
શ્રી ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિ રાજકોટના પ્રમુખ અતુલભાઈ વાજાના માર્ગદર્શનમાં એસોસિએશનની મીટિંગ મળેલ હતી જેમાં અત્યારની પરિસ્થિતિની સમીક્ષા કરેલ હતી. તેમજ અત્યારે વૈશ્વિક અર્થતંત્ર મોંઘવારી માંથી પસાર થઈ રહ્યુ છે જેમાંથી ભારત પણ અછુતુ નથી.
ડીઝલ અને પેટ્રોલ મા ભાવ વધારો થતા અત્યાર ના સમય મા ટ્રાન્સપોર્ટેશન ખુબજ મોંઘુ થયેલ છે. જેના લીધે સવારથી જાગી અને રાત પડે ત્યાર સુધીની દરેક જીવન જરૂરી વસ્તુમા પુષ્કળ ભાવ વધારો થયેલ છે.
તેમજ અત્યાર ના સમય બાળકો ના શિક્ષણ ની ફી મા પણ તોતિંગ ભાવ વધારો થયેલ છે. તેમજ હેર કટિંગ સલૂન ના ઉપયોગ થતા કોસ્મેટિક આઈટમ ઇલેક્ટ્રોનીક્ષ આઈટમ મા પણ પુષ્કળ ભાવ વધારો થતા હવે જુના ભાવમા સલૂન નો વ્યવસાય પોસાય તેમ નથી. કારણકે સલૂન વ્યવસાય મા કામ કરતા કારીગરો ને પોતાના પરિવાર નુ ભરણ પોષણ કરવા માટે યોગ્ય આવક જોઈએ જેથી કરીને કારીગરો ના પગાર મા પણ વધારો કરવાથી હવે જુના ભાવમા બિઝનેસ કરવો પોસાય તેમ ન હોવાથી ક્ષૌરકર્મ વાણંદ સમાજ ધંધાદાર સમિતિ રાજકોટ ના પ્રમુખ અતુલભાઈ વાજા ના માર્ગદર્શન નીચે કારોબારીની મીટિંગ મળેલ હતી જેમા સર્વાનુમતે તા.૧૫/૬/૨૦૨૬, સોમવાર થી ૨૦% નો ભાવ વધારો જાહેર કરેલ છે. જેની દરેક માનવંતા ગ્રાહકોએ નોંધ લેવા ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિ ની યાદીમા જણાવેલ છે.