Loading Please Wait !!!
સરધાર દરગાહ પાસે ઝેરી દવા પી લેતા વૃદ્ધનું મોત

  • ઘરેથી નીકળ્યા બાદ ભગવતીપરાનાં વૃદ્ધ બેભાન હાલતમાં મળ્યા: બીમારી કારણભૂત હોવાની શંકા
સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના ભગવતીપરામાં રહેતાં દાઉદી વ્હોરા વૃદ્ધે સરધાર ગામે આવેલી વ્હોરા સમાજની દરગાહ ખાતે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે હાથ-પગના દુખાવાથી કંટાળી આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ ભગવતીપરામાં રહેતાં બદરૂદ્દીનભાઈ અબ્દુલ્લહુશેનભાઈ લક્ષ્મીધર ઉ.૭૮ નામના વૃદ્ધ ગત તા.૫ના રોજ સવારે ઘરેથી નીકળ્યા બાદ ગાયબ થઈ જતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન સાંજે સરધારમાં આવેલી દાઉદી વ્હોરા સમાજની દરગાહ ખાતેથી તેઓ બેભાન જેવી હાલતમાં મળી આવતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તપાસ કરતાં તેમણે ઝેર પીધાનું ખુલતાં સારવાર કરવામાં આવી હતી અહિ સારવાર લીધા બાદ ઘરે લઈ જવાયા હતાં ગઈકાલે સાંજે તબીયત ફરી બગડતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રે મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે આજી ડેમ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી આપઘાત કરનાર બદરૂદ્દીનભાઈ પાંચ ભાઈ અને પાંચ બહેનમાં આઠમા નંબરે હતાં. સંતાનમાં બે દિકરા છે. પોતે રેલનગરમાં સ્ટવ રીપેરીંગનું કામ કરતાં હતાં. હાથ-પગના દુખાવાની બીમારીથી કંટાળીને આ પગલુ ભરી લીધાની શક્યતા પરિવારે વ્યક્ત કરી છે.

  • ભાયાવદરની ત્રણ સગી બહેનો સહિત ચાર કિશોરી ઘરેથી લાપતા થઈ
  • વાલીઓએ આપેલો ઠપકો કારણભૂત: રાજકોટ આવતી બસમાંથી મળી આવી

ભાયાવદરના સાજીડીયાળી ગામેથી ત્રણ સગી બહેનો સહિત ચાર કિશોરી લાપત્તા બની જતાં દોડધામ મચી ગઈ હતી. આખરે આ ચારેય કિશોરીને પોલીસે એસટી બસમાંથી શોધી કાઢી હતી ચારેય હેમખેમ મળી આવતા પોલીસ અને પરિવારે હાશકારો અનુભવ્યો હતો.ત્રણ સગી બહેનોમાંથી કોઈને કામ, બાબતે વાલીએ ઠપકો આપતાં લાગી આવતાં પોતાની એક બહેનપણી સાથે ગઈકાલે વહેલી સવારે ઘરેથી નીકળી ગઈ હતી. વાલીઓએ જાણ કરતાં ભાયાવદર પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી એલસીબીને પણ તપાસમાં જોડવામાં આવી હતી. સીસીટીવી આધારે કરાયેલી તપાસમાં ચારેય કિશોરી ગામમાંથી એક બસમાં બેસી ઉપલેટા પહોંચી હતી. જ્યાંથી રાજકોટની બસમાં બેસી ગઈ હતી.જેથી તેના ફોટાઓ પોલીસે ગૃપમાં મુકાવ્યા હતા. આખરે જે બસમાં બેઠી હતી તેના કંડક્ટરે પોતાની બસમાં હોવાની જાણ કરતાં પોલીસને હાશકારો થયો હતો.