Loading Please Wait !!!
સાસુએ જમાઈ સાથે લગ્ન કરવાની જીદ કરતાં હત્યા કરી નાંખી

=> ગુજરાતમાં સબંધો પર કાળો ડાઘ

સિટી ન્યૂઝ@વલસાડ

અતુલ રેલવે સ્ટેશન નજીકથી મળેલી એક અજાણી મહિલાની હાથ-પગ બાંધેલી લાશનો ભેદ વલસાડ પોલીસે ઉકેલી નાખ્યો છે. મહિલાને મોતને ઘાટ ઉતારનાર આરોપી મૃતકનો જમાઈ થતો હોવાનું સામે આવ્યું છે. બંને વચ્ચે બંધાયેલા પ્રેમ સંબંધ બાદ લગ્નનું દબાણ મહિલાના મોતનું કારણ બન્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી હત્યારા જમાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સાસુની હત્યા કરનાર આરોપી ભોજની કુમારની ધરપકડ બાદ પોલીસે સાચું કારણ જાણવા આરોપીની આગવી ઢબે પુછપરછ શરૂ કરતાં આરોપીએ સમગ્ર હકીકત જણાવી હતી. આરોપી ભોજ મુંબઈના બોઇસરમાં રહી અને રેલવેમાં કોન્ટ્રાક્ટ પર પ્લમ્બિંગનું કામ કરતો હતો. વર્ષ 2023માં ભોજે મૃતક માયાદેવીની દીકરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસુ દીકરી અને જમાઈ સાથે રહેતા હતા. થોડા સમય બાદ જમાઈ અને સાસુની આંખ મળતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ સાસુ અને જમાઈ વચ્ચે અનૈતિક સંબંધોનો સિલસિલો શરૂ થયો હતો.,પતિની પોતાની જ માતા સાથેના સંબંધની જાણ મૃતકની દીકરીને પડતાં બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા.

તેમ છતાં સાસુ-જમાઈ વચ્ચે અનૈતિક સંબંધો ન અટકતાં આખરે પરિણીતા યુવકને છુટાછેડા આપી એકલી પોતાના વતન રહેવા જતી રહી હતી. ત્યાર બાદ સાસુ પણ વલસાડના અતુલ નજીક એક કંપનીમાં બગીચામાં કામે લાગી ગયા અને હરિયા ગામમાં રૂમ ભાડે રાખીને એકલા રહેવા લાગ્યા હતા. પત્ની છુટાછેડા આપીને જતી રહી અને સાસુ પણ બીજે રહેવા જતી રહી હોવા છતાં જમાઈ અને સાસુ વચ્ચેના અનૈતિક સંબંધો ચાલુ જ રહ્યાં હતાં. આ દરમિયાન સાસુ જમાઈ ભોજને પોતાની સાથે લગ્ન કરી લેવાની માગ સાથે જીદ પર ઉતરી આવી. જોકે, યુવક મહિલા સાથે માત્ર શારીરિક સંબંધ જ બાંધવા માગતો હતો અને લગ્ન કરવાની ઈચ્છા ન ધરાવતો હોવાથી તેણે થોડા સમય અગાઉ જ બોઇસરમાં એક યુવતી સાથે લગ્ન કરી અને તેની સાથે રહેવાનું શરૂ કરી દીધું હતું.

સમાધાન પહેલા પણ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા

આરોપી અને મૃતક મહિલા સમાધાન માટે મળ્યાં ત્યારે પણ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. જે બાદ ફરી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો શરૂ થઈ ગયો હતો. ત્યારે આવેશમાં આવીને ભોજે તેની સાસુની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ સાડીથી મૃતદેહને બાંધી નાળામાં ફેંકી ફરાર થઈ ગયો હતો. જોકે, ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.