શનિવારે સાંજે 4 વાગે રાષ્ટ્રીય શાળા ખાતે યોજાશે સાંસ્કૃતિક લોકદાયરો
» ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વિજયા ટીમાણીયાનું આયોજન
સીટી ન્યૂઝ@રાજકોટ
લોકગાયિકા વિજયા કિશોર ટીમાણીયા દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી તા.૪ ને શનિવારે સાંજે ૪ કલાકે રાષ્ટ્રીય શાળા ખાતે એક સાંસ્કૃતિક લોકદાયરાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં લોકગાયિકા વિજયા કિશોર ટીમાણીયા ઉપરાંત પ્રવિણભાઈ આહીર, દિપકરાજ ચાવડા અને દિનેશ બાલાસરા લોક સાહિત્ય, લોકગીત, ભજન વગેરેની રજૂઆત કરશે જેમાં એમનું સાર્જિદા ગ્રુપ સાથ આપશે અને કાર્યક્રમનું સંકલન કિશોર ટીમાણીયાએ કર્યું છે. આ કાર્યક્રમનો લાભ લેવા સર્વે સિનિયર સિટીજનોને શનિવારે બપોરે ૩.૩૦ સુધીમાં નિઃશુલ્ક પ્રવેશ મેળવી લેવા આયોજક વિજયા કિશોર ટીમાણીયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.