Loading Please Wait !!!
શિક્ષકો ઉપર ઘાત ! : ટ્રક-કાર વચ્ચે અકસ્માત પોરબંદરના શિક્ષકનું મોત

=> ધુકા-રાણપુર રોડ પર પરિવારની નજર સામે જ ઘરના મોભીનું મોત

અમદાવાદ જિલ્લાના ધંધુકા-રાણપુર રોડ પર આજે (૪ જૂન) એક કાળજું કંપાવી દેનારો ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. કિશાન જીન નજીક એક બેકાબૂ ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલી ધડાકાભેર ટક્કરમાં કારના કુરેકુરેચ્ચા ઉડી ગયા હતા. આ ભયાનક દુર્ઘટનામાં ૩૫ વર્ષના યુવાન શિક્ષકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે મૃતકની પત્ની અને માસૂમ પુત્ર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શાળાનું વેકેશન પૂરું થતાં ભોગ બનનાર પરિવાર સામાન ભરીને પોરબંદરથી નોકરીના સ્થળે લીમખેડા જઈ રહ્યો હતો ત્યારે આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો.
મૃતકનું નામ
મોહન પરબતભાઈ વાસણ (ઉં.વ.૩૫)
ઈજાગ્રસ્તોના નામ
લક્ષ્મી મોહનભાઈ વાસણ (પત્ની, ઉં.વ.૩૦)
જસ્મિન મોહનભાઈ વાસણ (પુત્ર, ઉં.વ.૦૪)
ધનંજય (મૃતકના મામાનો દીકરો)
(તમામ રહે. અમીપુર ગામ, તા.કુતિયાણા, જિ.પોરબંદર)


=> પરિવારે નજર સામે જ મોભી ગુમાવતાં ચીસાચીસ મચી

અકસ્માત એટલો ભયાવહ હતો કે, કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. જ્યારે સ્થાનિક લોકો અને ઇમરજન્સી સેવાઓ દ્વારા તમામ ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરિવારે નજર સામે જ મોભી ગુમાવતાં ચીસાચીસ મચી ગઈ હતી.