Loading Please Wait !!!
ત્રંબાની સીમમાં વાડીએ આવેલા બે મિત્રો એક શ્વાન અને 80 કબૂતર ચોરી ગયા

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના ત્રંબા ગામની સીમમાં વાડી રાખેલા શ્વાન અને ૮૦ કબૂતરની ચોરી થયાની કોઠારીયા રોડ પર ગોકુલનગરમાં રહેતા યુવકે ફરિયાદ કરી હતી. વાડીમાં રાખેલા શ્રાન અને કબૂતરને પકડવવા આવેલા બે મિત્રોએ ચોરી કરી હોવાનું સીસીટીવી ફૂટેજમાં બહાર આવ્યું હતું પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભાર્ગવ દિલીપભાઈ ચોટલીયા નામના યુવકે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે તેના મિત્ર આજીડેમ પાસેના માંડા ડુંગર પાસે રહેતો ભાવિક સુરેશભાઈ અબસાણીયા અને કિશનભાઈ કિશન અબસાણીયાના નામો આપ્યા હતા.

ભાર્ગવ અને તેમના મિત્ર રોહનભાઈ માટીયાએ ત્રંબા ગામ પાસે આવેલી વાડીમાં પશુ-પંખીઓ રાખ્યા હતા. જેમાં ૩.૨૦ હજારની કિંમતનું શ્રાન અને ૩.૩૨ હજારની કિંમતનાં ૮૦ કબૂતરની કોઈ શખ્સો ચોરી કરી ગયાનું જાણવા મળતા તેમણે મિત્રો દ્વારા તપાસ કરી હતી જેમાં ગંજીવાડા વિસ્તારની એક પેટ શોપમાં કબૂતર વેચવા આવ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. જેના સીસીટીવીમાં શ્રાન અને કબૂતરની ચોરી ભાવિક અબસાણીયા અને કિશનભાઈ સોજના નામના શખ્સોએ કરી હોવાનું ખૂલ્યું તે ફોન કરતા ફોન બંધ આવતા હોય બાદમાં કિશન તેમની વાડીએ આવી શ્રાન પરત મુકીને નાશી ગયો હતો. પોલીસે ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.